Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal : શ્રી રઘુવંશી સમાજ દ્વારા જલારામબાપાની 224 મી જન્મ જયંતિ ધામધૂમ પૂર્વક ઉજવાશે

અહેવાલ---વિશ્વાસ ભોજાણી, ગોંડલ જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડોની કહેવતને ખરા અર્થમાં સાર્થક કરનાર પરમ પૂજ્ય જલારામબાપાની જન્મજયંતિ ભક્તિભાવ અને હર્ષોઉલ્લાસ થી ગોંડલ લોહાણા મહાજન દ્વારા ઉજવણી કરવામાં આવનાર છે. કારતક સુદ સાતમ એટલે પૂજ્ય જલારામબાપા ની જન્મ જયંતિ અને આ...
gondal   શ્રી રઘુવંશી સમાજ દ્વારા જલારામબાપાની 224 મી જન્મ જયંતિ ધામધૂમ પૂર્વક ઉજવાશે
Advertisement

અહેવાલ---વિશ્વાસ ભોજાણી, ગોંડલ

જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડોની કહેવતને ખરા અર્થમાં સાર્થક કરનાર પરમ પૂજ્ય જલારામબાપાની જન્મજયંતિ ભક્તિભાવ અને હર્ષોઉલ્લાસ થી ગોંડલ લોહાણા મહાજન દ્વારા ઉજવણી કરવામાં આવનાર છે. કારતક સુદ સાતમ એટલે પૂજ્ય જલારામબાપા ની જન્મ જયંતિ અને આ વર્ષે ગોંડલ રઘુવંશી સમાજ દ્વારા બે દિવસીય જલારામ જયંતિ ઉત્સવ ઉજવવાનું નક્કી કરાયું છે. જેમાં રક્તદાન કેમ્પ સમૂહ પ્રસાદ - જલારામ બાપા ની ઝાંખી - વિશિષ્ઠ સન્માન સહીત ના કાર્યક્રમો નું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવેલા છે .

Advertisement

Advertisement

વિવિધ કાર્યક્રમોનું આયોજન

પૂજ્ય જલારામ બાપાની 224 મી જન્મજયંતિ ગોંડલ લોહાણા મહાજન દ્વારા ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે આ પ્રસંગે તા. 18/11/2023 ને શનિવારે સવારે 9.00 થી સાંજના 5.00 વાગ્યા સુધી સર્વ જ્ઞાતિય મહા રક્તદાન કેમ્પ શ્રી લોહાણા મહાજન વાડી, 6-મહાદેવવાળી ખાતે યોજાશે જેમાં સર્વ સમાજ ના લોકો રક્તદાન કરી પુ. બાપા ની જન્મજયંતિ ની ઉજવણી કરશે આ ઉપરાંત લોહાણા મહાજન દ્વારા રાત્રી ના 9.00 કલાકે પૂજ્ય જલારામબાપા ની ઝાંખી મહેશભાઈ બારોટ - રિધ્ધીબેન પંડ્યા - રાજુભાઈ સોની - રુચાબેન પંડ્યા સહીત ની ટીમ રસપાન કરાવશે. સાથે સાથે સામાજિક અને રાજકીય ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતા રઘુવંશી સમાજના શ્રેષ્ઠિઓનું વિશિષ્ટ સન્માન પણ કરવામાં આવનાર છે.

જલારામ જયંતી નિમિતે પ્રથમ વખત રક્તદાન કેમ્પનું આયોજન

શ્રી ગોંડલ લોહાણા મહાજન ના પ્રમુખ જગદીશભાઈ ગણાત્રા એ જણાવ્યું હતું કે લોહાણા મહાજનના હોદેદારોની ટીમ દ્વારા તા. 18/11/2023 ને શનિવારે સવારે 9.00 થી સાંજના 5.00 વાગ્યા સુધી સર્વ જ્ઞાતિય મહા રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવમાં આવેલ છે જેમાં સર્વે સમાજના લોકો રક્તદાન કરી પૂ.જલારામબાપાની જન્મ જયંતી ઉજવશે. બીજાદિવસે સવારે એટલેકે 19/11/2023 ને રવિવારે પૂજ્ય જલારામબાપાની જન્મ જયંતી નિમિતે સવારે 9.00 કલાકે લોહાણા મહાજનવાડી ખાતે પૂ. જલારામ બાપા નું પૂજન ગોંડલ ના સુપ્રસિદ્ધ રામજી મંદિર ના મહંતશ્રી જયરામદાસજી મહારાજની ખાસ ઉપસ્થિતિમાં થશે તેમજ મહાપ્રસાદ સવારે 11.00 કલાકે થી યોજાશે. જેમાં સમસ્ત રઘુવંશી સમાજ ઉપરાંત દરેક સમાજ શ્રેષ્ઠિઓ રાજકીય આગેવાનો અધિકારીઓ પધારી પ્રસંગ ને દીપાવશે ત્યારબાદ ભવ્ય શોભાયાત્રા સાંજે 4.00 વાગ્યે લોહાણા વાડી થી ભવ્ય આતશબાજી થી પ્રસ્થાન કરી શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરી જલારામ મંદિર ખાતે પૂર્ણાહૂતિ કરશે જેમાં રઘુવંશી સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં જોડાશે અને કુમારિકાઓ ક્લાસ ધારણ કરી શોભાયાત્રામાં શોભા વધારશે. જયારે શોભાયાત્રાના રુટ પર વિવિધ સેવાકીય સંસ્થા દ્વારા ઠંડા પીણાંની સુંદર વ્યવસ્થાનું આયોજન કર્યું છે.

સમગ્ર પ્રસંગ ને સફળ બનાવવા શ્રી ગોંડલ લોહાણા મહાજન - શ્રી રઘુવંશી સેવા મંડળ - શ્રી રઘુવંશી મહિલા મંડળ - શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન - શ્રી રઘુવંશી સોશ્યિલ ગ્રુપ - શ્રી જલારામ મંદિર - શ્રી રઘવંશી ક્રેડિટ કો-ઓપરેટિવ સોસા. લી - શ્રી વરિષ્ઠ લોહાણા સમાજ - શ્રી વીર યુવા ગ્રુપ - શ્રી ગિરિરાજ ગૌમૂત્ર ચિકિત્સા કેન્દ્ર તેમજ સમસ્ત લોહાણા જ્ઞાતિના ભાઈ-બહેનો દ્વારા જહેમત ઉઠાવી રહ્યા છે.

આ પણ વાંચો---GANDHINAGAR : CM ભૂપેન્દ્રભાઈ પટેલ અચાનક જ પાંજરાપોળની મુલાકાતે

Tags :
Advertisement

.

×