Jamnagar:રાજપૂત સમાજ દ્રારા 485માં સ્થાપના દિવસની કરાઈ ઉજવણી
- જામનગરમાં શ્રાવણ સુદ સાતમે શહેરના 485માં સ્થાપના દિનની ઉજવણી
- આ પ્રસંગે ખાંભી પૂજન અને જામસાહેબની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યું
- નવાનગરને આખરે જામનગર તરીકે ઓળખવામાં આવે છે જેનો અર્થ છે જામનું નગર
Jamnagar: આજે શ્રાવણ સુદ સાતમના રોજ સૌરાષ્ટ્રના પેરિસ એવા જામનગર (Jamnagar)શહેરના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઈસ. 1540 માં શ્રાવણ સુદ સાતમના રોજ કચ્છથી આવેલા જાડેજા રાજવીએ શહેરની સ્થાપના કરી હતી, જામનગર(Jamnagar)ની સ્થાપના 1540 એ.ડી.માં કરવામાં આવી હતી, જે નવાનગરના રાજ્યની રાજધાની હતી.
પ્રતિમાને પુષ્પાજલી કરવામાં આવી
જામનગર, જે ઐતિહાસિક રીતે નવાનગર તરીકે ઓળખાય છે. રાજવી જામરાવલે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષના સાતમા દિવસે વિક્રમ સંવત1596 ના રંગમતી અને નાગમતી બે નદી પર તેમણે તેમની નવી રાજધાનીની સ્થાપના કરી અને તેને નવાનગર નામ આપ્યું. નવાનગરને જામનગર તરીકે ઓળખવામાં આવે છે જેનો અર્થ છે, જામનું નગર. શહેરના સ્થાપના દિન નિમિતે દર વર્ષે જામનગરના ગૌરવશાળી રાજવીઓ જામ રાવળજી, જામ રણજીતસિંહ, જામ દિગ્વિજયસિંહજી તથા જનરલ રાજેન્દ્રસિંહજીની પ્રતિમાને પુષ્પાજલી કરવામાં આવી.
રાજપૂત સમાજના અગ્રણીઓ રહ્યા હાજર
આ પૂજનમાં શહેરના મેયર, બંને ધારાસભ્યો, સ્ટે,ચેરમેન,અને શાશક પક્ષના નેતા અને દંડક સાથે અન્ય કોર્પોરેટર,ઉપસ્થિત રહ્યા હતા. તો સાથે સાથે જામનગર રાજપૂત સમાજના પ્રમુખ, ધર્મેન્દ્રસિંહ જાડેજા પૂર્વ રાજ્યમંત્રી, અને સમાજના ભાઈઓ પણ ઉપસ્થતિ રહ્યાં હતા.નવાનગર સ્ટેટ તરીકે ઓળખાતા રાજયનો ઇતિહાસ પણ રોચક છે અને રાજય પુરોહિતની આજ્ઞાના પાલન તથા પ્રજાવત્સલતા સહિતના રાજવીઓના ગુણ આજે પણ તરંગો રૂપી વ્યાપેલા છે માટે દર વર્ષે શ્રાવણ સુદ-૭ના દિવસે સ્થાપના વખતની થાંભીનું પૂજન કરવામાં આવે છે.
Jamnagar નો આજે સ્થાપના દિવસ | Gujarat First@CMOGuj @Bhupendrapbjp @MPJamnagaroffic @CollectorJamngr @mcjamnagar @jmccommissioner #JamnagarFoundationDay #Jamnagar485Years #JamnagarHistory #VinodKhimsuriya #DivyeshAkbari #RivabaJamnagar #JamnagarCelebrates #NawanagarHeritage… pic.twitter.com/zvLgYMwvQu
— Gujarat First (@GujaratFirst) August 11, 2024
મેયર દ્રારા શુભેચ્છા પાઠવવામાં આવી
આજે જામનગરના જામનગર મહાનગર પાલિકાના મેયર,ડે.મેયર, જામનગર ધારાસભ્યો રીવાબા જાડેજા અને દિવ્યેશ અકબરી, સ્ટે.ચેરમેન, કોર્પોરેશનના પદાધિકારી અને જામનગર રાજપૂત સમાજ દ્વારા દરબારગઢમાં નગરજનોની સુખ શાંતિ માટે માતાજીને પ્રાર્થના કરી દિલાવર સાયકલ સ્ટોર્સ ખાતે આવેલી થાંભલીનુ પુજન કર્યું હતું. આગામી વર્ષમાં જામનગર શહેરનો વારસો દિન ભારતભરમાં પ્રસ્થાપિત થાય અને ઉતરોતર વધારો થાય અને શહેર નાંદુરસ્ત રહે તેવી શુભેછાઓ ધારાસભ્ય અને મેયર દ્વારા પાઠવવામાં આવી હતી.
સૌરાષ્ટ્રમાં જામનગર શહેરનો અદકેરો ઇતિહાસ આલેખાયેલો છે
આજે પણ રાજાશાહી સમયમાં બનેલા વિલિંગટન ક્રેસન્ટ, દરબારગઢ, તળાવ મધ્યે લખોટો કોઠો, ભુજીયો કોઠો, પંચેશ્વર ટાવર, માંડવી ટાવર, ખંભાળિયા ગેટ, જેવા સ્થાપત્યો શહેરની આગવી ઓળખ બનીને ઉભા છે.વરસ રહે ચારસો જાડેજાનું રાજય, કાં તો મહેર કરે માં આશાપુરા, કાં મેર કરે મહારાજ। એટલે કે આપના વંશજોનું ચારસો વર્ષ સુધી રાજ અવિચળ રહેશે અને આશાપુરા માતાજી મેહર કરે અને ઇશ્વરની કૃપા થાય આમ કહી શાસ્ત્રીજીએ નવા શહેર વસાવવાનું ખાત મુહૂર્ત કર્યુ હતું ત્યારે ઋતુ ૬, ગ્રહો ૯, સરપ, ભુમિ ૧, શ્રવણે શુકલે તિથિ જલનિધિ વારે ચંદ્ર મરૂદુર્ભે મથે, નૃપતિ બર વરષ્ટિો રાવળ ક્ષત્રિયો ડસો નવિનગર મધ્યે વાસ્તું કર્મ અકાર મંત્ર બોલવામાં આવ્યો હતો જેનો અર્થ એવો થાય છે કે રાજાઓમાં શ્રેષ્ઠ એવા રાવળજામ વિક્રમ સંવત ૧પ૯૬માં શ્રાવણ સુદનું બુધવાર, સ્વાતિ નક્ષત્ર નવાનગરનું વાસ્તુ કર્મ કર્યુ હતું.