Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Jamnagar : માનીતા ભાઈએ જ કરી બહેનની હત્યા, પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન

જામનગરની ડિફેન્સ કોલોનીમાં બનેલો આ હત્યાકાંડ કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટથી કમ નથી. જે વ્યક્તિ પર પરિવારે સૌથી વધુ ભરોસો મૂક્યો અને જેની સાથે મળીને ગુમ થયેલી માતાની શોધખોળ કરી, એ જ વ્યક્તિના ઘરેથી જ્યારે લાશ મળી ત્યારે સૌ કોઈના પગ નીચેથી જમીન સરકી ગઈ. 'માનીતા ભાઈ' ના નકાબ પાછળ છુપાયેલા ખૂની ચહેરાની આ કહાની હૃદય હચમચાવી દેશે.
jamnagar   માનીતા ભાઈએ જ કરી બહેનની હત્યા  પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન
Advertisement
  • Jamnagar માં રિંકી યાદવની હત્યાનો ભેદ ઉકેલાયો, માનીતા ભાઈએ જ લીધો જીવ!
  • ડિફેન્સ કોલોનીમાં ગુમ મહિલાનો મૃતદેહ આરોપી વિજયના ઘરેથી મળ્યો
  • આરોપીએ પુત્ર સાથે મળીને મહિલાને શોધવાનું મોટું નાટક આચર્યું હતું
  • અંગત અદાવતમાં ગળેટૂંપો દઈ બહેન સમાન રિંકીને પતાવી દીધી
  • પોલીસે આરોપી વિજય ઓડિચની ધરપકડ કરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું
  • વિશ્વાસઘાત અને હત્યાના આ કેસથી સમગ્ર જામનગરમાં ભારે ખળભળાટ

Jamnagar:  શાંત ગણાતા ડિફેન્સ કોલોની [Defense Colony] વિસ્તારમાં બનેલી રિંકી યાદવ [Rinki Yadav] નામની મહિલાની હત્યાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મ જગાવી છે. છેલ્લા ત્રણ દિવસથી ગુમ થયેલી રિંકી યાદવનો મૃતદેહ તેના જ 'માનીતા ભાઈ' એવા વિજય ઓડિચના [Vijay Odich] ઘરેથી મળી આવતા આ કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. જામનગર પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી સમગ્ર હત્યાકાંડનો ભેદ ઉકેલી નાખ્યો છે.

Jamnagar માં આરોપીનું જોરદાર નાટક

રિંકી યાદવ ગત દિવસોમાં અચાનક ગુમ થઈ ગઈ હતી, ત્યારે તેના પુત્રએ પોતાની માતાને શોધવા માટે આરોપી વિજયની જ મદદ માંગી હતી. વિજયે એક સજ્જન મિત્ર અને ભાઈ હોવાનું નાટક કરી પુત્રની સાથે મળીને જ રિંકીની શોધખોળમાં સામેલ થયો હતો. જોકે, પોલીસ તપાસ દરમિયાન જ્યારે શંકાની સોય વિજય તરફ ગઈ અને તેના ઘરની તપાસ કરવામાં આવી, ત્યારે ત્યાંથી રિંકીની લાશ મળી આવતા આરોપીનું તમામ નાટક ખુલ્લું પડી ગયું હતું.

Advertisement

Advertisement

ગળેટૂંપો દઈ પતાવી દીધી

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે, અંગત અદાવત કે અન્ય કોઈ કારણોસર વિજયે રિંકીને પોતાના ઘરે બોલાવી ગળેટૂંપો દઈને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જામનગર પોલીસે આરોપી વિજય ઓડિચની ધરપકડ કરી તેને ડિફેન્સ કોલોની સ્થિત ઘટનાસ્થળે લઈ ગઈ હતી. ત્યાં પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન [Crime Scene Reconstruction] કર્યું હતું, જેથી હત્યાના દરેક પાસાઓને કાયદેસર રીતે મજબૂત કરી શકાય.

આ કેસની વધુ તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે. વિશ્વાસઘાત અને ક્રૂરતાની આ ઘટનાએ સાબિત કર્યું છે કે ક્યારેક નજીકના જ ગણાતા સંબંધો સૌથી વધુ જોખમી સાબિત થાય છે. હાલ પોલીસ આ મામલે વધુ પૂરાવા એકત્રિત કરી રહી છે.

આ પણ વાંચો : Rajkot : શિક્ષિકા પર દુષ્કર્મ કેસમાં નવો વળાંક, આરોપી યુવકે વીડિયો વાયરલ કરી ફિનાઈલ ગટગટાવ્યું

Tags :
Advertisement

.

×