Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Jamnagar: દિગ્જામ સર્કલ પાસે ધારિયું લઈને ફરતા બે શખ્સોનો આતંક, પોલીસ આરોપીની કરી ધરપકડ

જામનગરના દિગ્જામ સર્કલ વિસ્તારમાં ધોળા દિવસે ધારિયું જેવા હથિયાર સાથે નીકળેલા શખ્સોએ જે રીતે આતંક મચાવ્યો, તેણે શહેરની સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ ચિન્હ મૂક્યું છે. આ શખ્સોએ ખાખીનો ખોફ રાખ્યા વગર પોલીસની કામગીરીમાં પણ દખલ કરી હતી.
jamnagar  દિગ્જામ સર્કલ પાસે ધારિયું લઈને ફરતા બે શખ્સોનો આતંક  પોલીસ આરોપીની કરી ધરપકડ
Advertisement
  • Jamnagar દિગ્જામ સર્કલ વિસ્તારમાં ધારિયું લઈને ફરતા શખ્સનો આતંક
  • બે લુખ્ખા શખ્સોએ પોલીસ સામે પણ કરી બબાલ
  • ચૂંટણી પૂર્વે કાયદો-વ્યવસ્થા જાળવવા કડક કાર્યવાહીની માંગ
  • આરોપી જહાગીર બાપુ અને શબીર સંધારની પોલીસે કરી ધરપકડ
  • ફરજમાં રૂકાવટ અંગે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો દાખલ
  • પોલીસે આરોપીઓને જાહેરમાં કરાવી કાયદાનું ભાન
  • જામનગરમાં અસામાજિક તત્વોના ડર સામે પોલીસની લાલ આંખ

Jamnagar: હાલારના પાટનગર ગણાતા જામનગર શહેરમાં અસામાજિક તત્વોએ માઝા મૂકી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. શહેરના વ્યસ્ત ગણાતા દિગ્જામ સર્કલ (Digjam Circle) વિસ્તારમાં ધારિયું જેવા ઘાતક હથિયાર સાથે જાહેરમાં આતંક મચાવનારા બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ શખ્સોએ માત્ર સામાન્ય નાગરિકો જ નહીં, પરંતુ પોલીસ સાથે પણ ઘર્ષણ કર્યું હોવાનું બહાર આવ્યું છે.

Jamnagar: આતંક અને પોલીસ સાથે બબાલ

મળતી માહિતી મુજબ, આરોપી જહાગીર બાપુ તથા શબીર સંધાર નામના બે શખ્સો હાથમાં ધારિયું લઈને જાહેરમાં લોકોને ડરાવી રહ્યા હતા. આ અંગેની જાણ પોલીસને થતા જ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. નવાઈની વાત તો એ છે કે, આ લુખ્ખા શખ્સોએ કાયદાનો ડર રાખ્યા વગર પોલીસ સામે પણ બબાલ કરી હતી અને કામગીરીમાં અવરોધ (Obstruction of Duty) ઊભો કર્યો હતો. જામનગર પોલીસે આ બંનેને કાયદાનું ભાન કરાવ્યું હતું.

Advertisement

Jamnagar_gujarat_first_news

Advertisement

ચૂંટણી પૂર્વે કડક કાર્યવાહીની માંગ

આગામી સમયમાં ચૂંટણી (Election) યોજાવાની છે ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આવા અસામાજિક તત્વો સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. પોલીસે બંને શખ્સો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS - Bharatiya Nyaya Sanhita) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પોલીસની આ ત્વરિત કાર્યવાહીથી સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે, જોકે આ પ્રકારની ઘટનાઓ જામનગરની સુરક્ષા સામે સવાલો ઉભા કરે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં રાજકીય ગરમાવો: મુસ્લિમ મતબેંક કબજે કરવા ‘AAP’ અને Congress વચ્ચે ખરાખરીનો જંગ

Tags :
Advertisement

.

×