Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Jamnagar: પાડોશી નીકળ્યો પાપી!, સગીરા સાથે દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવી

જામનગરમાં એક 14 વર્ષની માસૂમ સગીરા સાથે બનેલી દુર્ઘટનાએ સૌને હચમચાવી દીધા છે. પાડોશમાં રહેતા એક યુવકે પ્રેમજાળમાં ફસાવીને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું, જેના કારણે સગીરા ગર્ભવતી બની ગઈ હતી. આઘાતજનક ખુલાસા બાદ પરિવારે પોલીસની મદદ લીધી છે.
jamnagar  પાડોશી નીકળ્યો પાપી   સગીરા સાથે દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવી
Advertisement

Jamnagar Minor Rape Case: જામનગર શહેરમાંથી માનવતાને શરમમાં મૂકી દે તેવી એક અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. અહીં એક 14 વર્ષની માસૂમ સગીરાને પ્રેમજાળમાં ફસાવીને પાડોશી યુવકે દુષ્કર્મ આચર્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ હવસખોર પાડોશીના શરમજનક કૃત્યને કારણે સગીરા ગર્ભવતી બની જતાં સમગ્ર પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો.

Jamnagar: શું છે સમગ્ર મામલો?

પ્રાપ્ત માહિતી અનુસાર, સગીરાના પાડોશમાં જ રહેતા 23 વર્ષીય શબ્બીર અબ્બાસ મહુર નામના શખ્સે આ જઘન્ય અપરાધ આચર્યો છે. આરોપીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી અને ત્યારબાદ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે સગીરાના શરીરમાં ફેરફાર જણાતા અને તે ગર્ભવતી હોવાનું સામે આવતા આ કાળું કારસ્તાન ખુલ્લું પડ્યું હતું.

Advertisement

પરિવારની હિંમત અને પોલીસની ત્વરિત કાર્યવાહી

પોતાની દીકરી સાથે થયેલા આ અન્યાય સામે સગીરાના પરિવારે હિંમત દાખવી હતી અને સીટી-એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી શબ્બીર વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે જામનગર પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે. હાલ પોલીસ દ્વારા આરોપી સામે મજબૂત કેસ તૈયાર કરવા માટે તબીબી રિપોર્ટ્સ સહિતના વૈજ્ઞાનિક પુરાવાઓ એકત્ર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આ કિસ્સાએ સમગ્ર શહેરમાં ભારે રોષની લાગણી જન્માવી છે.

Advertisement

આ પણ વાંચો: ગુજરાત સરકારે કમર કસી! ચોમાસા પહેલાં મુખ્ય સચિવની અધ્યક્ષતામાં મોટી હાઈલેવલ બેઠક

Tags :
Advertisement

.

×