જામનગરના ખીમરાણા પંથકમાં કરોડોની ખનીજ ચોરીનો પર્દાફાશ થયો છે. રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની ટીમે આ કાળા કારોબારનો અંત લાવ્યો છે. JCB, ટ્રેકટર સહિતનો મુદ્દામલ જપ્ત, 8 શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
Nirlipt Rai Raid Jamnagar: જામનગર જીલ્લામાં લાંબા સમયથી સક્રિય ખનીજ માફિયાઓ (Mineral Mafia) સામે પોલીસ પ્રશાસને લાલઆંખ કરી છે. જામનગરના ખીમરાણા ગામની સીમમાંથી પસાર થતી પવિત્ર રૂપારેલ નદી (Ruparel River) ના પટમાં મોટા પાયે ચાલી રહેલી ગેરકાયદેસર ખનીજ રેતી ચોરી (Illegal Sand Mining) ના નેટવર્કનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આ સમગ્ર સફળ ઓપરેશન રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય (Rajkot Range IG Nirlipt Rai) ની ખાસ ટીમ દ્વારા પાર પાડવામાં આવ્યું છે, જેના કારણે સ્થાનિક સ્તરે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
Jamnagar: બાતમીના આધારે સ્ક્વોડના અચાનક દરોડા
મળતી સત્તાવાર માહિતી અનુસાર, ખીમરાણાની સીમમાં નદીના પટમાંથી કોઈપણ મંજૂરી વિના મોટા પાયે કુદરતી સંપત્તિનું નિકંદન કાઢવામાં આવી રહ્યું હોવાની ચોક્કસ બાતમી રેન્જ આઈજીની ટીમને મળી હતી. બાતમીના આધારે સ્ક્વોડે અચાનક દરોડો (Surprise Police Raid) પાડતા ઘટનાસ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ રેડ દરમિયાન પોલીસે સ્થળ પરથી ખનન માટે ઉપયોગમાં લેવાતા ભારે મશીનો, JCB અને ટ્રેક્ટર (Seized JCB and Tractors) સહિતના વાહનો કબ્જે કર્યા છે. જપ્ત કરાયેલા આ તમામ સાધનો અને મુદ્દામાલની કુલ કિંમત આશરે 1.2 કરોડ રૂપિયા (Valued at Rs 1.02 Crore) આંકવામાં આવી છે.
8 શખ્સો સામે પોલીસે કાયદેસરની કડક કાર્યવાહી
આ ગેરકાયદે કાળા કારોબારમાં સંડોવાયેલા 8 શખ્સો સામે પોલીસે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. નિર્લિપ્ત રાયની ટીમે સ્થાનિક તંત્ર અને ખાણ-ખનીજ વિભાગ (Mining Department Gujarat) ને સાથે રાખીને આગળની તપાસ સોંપી છે. ઉલ્લેખનીય છે કે કડક છાપ ધરાવતા આઈજી નિર્લિપ્ત રાયની સીધી દેખરેખ હેઠળ થયેલી આ કાર્યવાહીથી જામનગર પંથકમાં નદીઓના પટ ચીરીને કરોડો રૂપિયા કમાતા ભૂમાફિયાઓના આકાઓ સુધી રેલો પહોંચે તેવી શક્યતા છે.
આ પણ વાંચો: Somnath: દર્શને આવેલા પ્રવાસીઓ સાથે મોટી દુર્ઘટના, જયપુરના 9 બાળકોને ફૂડ પોઈઝનિંગની આશંકાથી મચ્યો હડકંપ