Jamnagar: ખાખીનો ખોફ! પોલીસને ધમકી આપનારા લુખ્ખાઓનો જાહેરમાં વરઘોડો
- Jamnagar માં પોલીસને ધમકી આપનાર શખ્સોની ધરપકડ!
- હથિયાર બતાવી ધમકી આપવાનો વીડિયો થયો હતો વાયરલ
- PCR વાનના જવાન સાથે કરી હતી ઉગ્ર બોલાચાલી
- LCB પોલીસે બંને શખ્સોનો જાહેરમાં કાઢ્યો વરઘોડો
- લુખ્ખાઓએ હાથ જોડી પોલીસ અને જનતાની માંગી માફી
- અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવતી જામનગર પોલીસ
Jamnagar માં પોલીસને ધમકી આપનારનો જાહેરમાં વરઘોડો | Gujarat First
જામનગરમાં પોલીસને ધમકી આપનાર શખ્સોની ધરપકડ
હથિયાર બતાવી ધમકી આપવાનો વીડિયો થયો હતો વાયરલ
PCR વાનના જવાન સાથે કરી હતી બોલાચાલી
LCB પોલીસે બંને શખ્સોનો કાઢ્યો જાહેરમાં વરઘોડો
લુખ્ખાઓએ હાથ જોડી પોલીસની માંગી જાહેર… pic.twitter.com/J6ZzyoPW8m— Gujarat First (@GujaratFirst) April 27, 2026
Jamnagar News: જામનગરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ (Police) હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે. થોડા દિવસો પહેલા પોલીસ કર્મચારીઓને હથિયાર બતાવી ધમકાવવાનો જે વીડિયો વાયરલ (Viral Video) થયો હતો, તેના જવાબમાં જામનગર પોલીસે આરોપીઓની ધરપકડ કરી તેમની શાન ઠેકાણે લાવી દીધી છે.
PCR વાનના ડ્રાઈવર જોડે થઈ હતી માથાકુટ
ઘટનાની વિગતો મુજબ, જામનગરમાં ફરજ બજાવતા પીસીઆર વાન (PCR Van) ના જવાન સાથે કેટલાક અસામાજિક તત્વોએ માથાકૂટ કરી હતી. આ શખ્સોએ પોલીસ જવાનને ડરાવવા માટે હથિયાર બતાવી જીવલેણ ધમકી આપી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસ તંત્રની પ્રતિષ્ઠા પર સવાલ ઉઠ્યા હતા. જેને પગલે જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (Jamnagar LCB) એ તાત્કાલિક તપાસ હાથ ધરી આરોપીઓને દબોચી લીધા હતા.
Jamnagar પોલીસે જાહેરમાં વરઘોડો કાઢ્યો
પોલીસે માત્ર ધરપકડ જ નથી કરી, પરંતુ આવા તત્વોને કાયદાનું ભાન કરાવવા માટે જે વિસ્તારમાં તેમણે આતંક મચાવ્યો હતો, ત્યાં જ તેમનો જાહેરમાં વરઘોડો (Public Procession) કાઢ્યો હતો. પોલીસના સકંજામાં આવતા જ જે શખ્સો હથિયાર લહેરાવતા હતા, તે હવે હાથ જોડીને લોકોની વચ્ચે માફી માંગતા જોવા મળ્યા હતા. જામનગર પોલીસે આ કાર્યવાહી દ્વારા સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે અસામાજિક તત્વો (Anti-social Elements) ને કોઈ પણ સંજોગોમાં સાંખી લેવામાં આવશે નહીં. હાલ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો; Ahmedabad : સ્વાદના ચટાકીયાઓ ચેતી જજો, આ ગ્રાહકને થયો પીત્ઝા સેન્ટરનો કડવો અનુભવ


