Jamnagar Royal Family: જામ રાજવી શત્રુશલ્યસિંહજીએ જાહેર કર્યો વારસદાર, ભૂતપૂર્વ ક્રિકેટર અજય જાડેજાને સોંપાયો વારસો
- જામ સાહેબના વારસદાર તરીકે ભૂતપૂર્વ ક્રિકેટર અજય જાડેજાનું નામ જાહેર
- રાજવી પરિવારના ભૂતપૂર્વ ક્રિકેટર અજય જાડેજાને સોંપાયો વારસો
- અજય જાડેજા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી રહી ચૂક્યા છે
Jamnagar Royal Family: રાજ પરિવાર દ્વારા મોટો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી જાણકારી પ્રમાણે જામ સાહેબના વારસદાર તરીકે ભૂતપૂર્વ ક્રિકેટર અજય જાડેજાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જામ સાહેબ શત્રુશલ્યસિંહજી મહારાજ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, જામ રાજવી શત્રુશલ્યસિંહજીએ પોતાના વારસદારનું નામ જાહેર કરી દીધું છે. રાજવી પરિવારના ભૂતપૂર્વ ક્રિકેટર અજય જાડેજાને વારસો સોંપવામાં આવ્યો છે.
જામ રાજવી શત્રુશૈલ્યજીએ પોતાનો વારસ જાહેર કર્યો
જામ સાહેબના વારસદાર તરીકે ભૂતપૂર્વ ક્રિકેટર અજય જાડેજાનું નામ જાહેર#Gujarat #Jamnagar #BigBreaking #JamSahib #DigvijaysinhjiRanjitsinhjiJadeja #AjayJadeja #Heir #King #BigBreaking #Nawanagar #GujaratFirst pic.twitter.com/Nn5VTTq6YY— Gujarat First (@GujaratFirst) October 11, 2024
અજય જાડેજા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી રહી ચૂક્યા છે
નોંધનીય છે કે, જામ શત્રુશલ્યસિંહજીએ અજય જાડેજાને વારસદાર જાહેર કર્યા છે. 585 વર્ષ પૂર્વે જામ રાજવી જામ રાવળે કચ્છથી આવી જામનગર (નવાનગર)ની સ્થાપના કરી હતી. અજય જાડેજાના પિતા દોલતસિંહ જામનગરના સાંસદ રહી ચુક્યા છે. હવે રાજવી પરિવારનો વારસો અજય જાડેજા સંભાળશે. જામ રાજવી શત્રુશલ્યસિંહજીએ કહ્યું કે, ‘અજય પણ જાનગરની વહાલસોય જાણતાનું ખુબ ધ્યાન રાખશે’.
આ પણ વાંચો: 45 મિનિટ સુધી આગના સાથીયામાં યુવકોએ ગરબાની રમઝટ બોલાવી, જુઓ આ તસવીરો
જાણો કોણ છે અજય જાડેજા?
નોંધનીય છે કે, અજય જાડેજા ભારત દેશના આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ખેલાડી છે, જો કે, હાલ તેઓ રમતમાંથી નિવૃત્ત થઇ ચુક્યા છે. તેઓ મધ્યમ ક્રમાંકના બેટધર તથા જમણેરી ધીમી ગતિના ગોલંદાજ તરીકે ટીમમાં સામેલ થયા હતા. વધારે વિગતે વાત કરવામાં આવે તો, ખેલાડી એકદિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમ જ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં બોલિંગ અને બેટિંગ એમ બંને ક્ષેત્રે ઘણીવાર પોતાની કાબેલિયત પુરવાર કરી ચુક્યા છે. જો કે, અજય જાડેજા રાજવી પરિવારનો વારસો સંભાળશે.
આ પણ વાંચો: દુર્ગાષ્ટમીએ માતૃશક્તિ સમાન 1001 બહેનોએ માતાજીના ચાચર ચોક એકસાથે ઉતારી આરતી
જામનગરના શાહી વંશજ છે અજય જાડેજા
તેમના જન્મની વાત કરવામાં આવે તો, 1 ફેબ્રુઆરી 1971ના રોજ જામનગરના રાજવી પરિવારમાં અજય જાડેજાનો જન્મ થયો હતો. તેમનું આખું નામ અજયસિંહજી દૌલતસિંહજી જાડેજા છે અને તેઓ જામનગરના શાહી વંશજ છે. જામનગર અગાઉ નવાનગર તરીકે ઓળખાતું હતું, જ્યાં પૂર્વ સ્વતંત્ર ભારતમાં જાડેજા રાજવંશનું એક રજવાડું હતું.
આ પણ વાંચો: ચાલુ ઉડાને Air India ની ફ્લાઈટમાં આવી ટેકનિકલ ખામી, કલાકો સુધી આકાશમાં ઉડ્યા બાદ...