Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Jamnagar: ઉછીના લીધેલા નાણાંના વિવાદમાં યુવકનું અપહરણ, 10 લાખની ખંડણી વસૂલી

જામનગરમાં એક સાધારણ આર્થિક વ્યવહાર જ્યારે ગુનાહિત ષડયંત્રમાં ફેરવાઈ ગયો, ત્યારે આખું શહેર હચમચી ગયું. જયદીપસિંહ અને ચિરાગ નામના શખ્સોએ પોતાના બાકી નાણાં વસૂલવા જે રસ્તો અપનાવ્યો તે તેમને સીધો જેલના સળિયા પાછળ લઈ ગયો છે.
jamnagar  ઉછીના લીધેલા નાણાંના વિવાદમાં યુવકનું અપહરણ  10 લાખની ખંડણી વસૂલી
Advertisement
  • Jamnagar માં યુવકનું અપહરણ કરી 10 લાખ પડાવી લીધા!
  • બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 6 લોકો સામે ફરિયાદ દાખલ
  • જયદીપસિંહ જાડેજા, ચિરાગ આહીર સામે નોંધાયો ગુનો
  • પોલીસે ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપીઓની કરી ધરપકડ
  • ઉછીના લીધેલા નાણાંના વિવાદમાં મકાનમાં ગોંધી રાખી આપી ધમકી
  • બાકીના ફરાર આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા

Jamnagar: જામનગર શહેરમાં ગુનાખોરીના ગ્રાફમાં વધુ એક ચોંકાવનારો કિસ્સો ઉમેરાયો છે. શહેરમાં એક યુવકનું અપહરણ (Kidnapping) કરી તેની પાસેથી અધધ 10 લાખ રૂપિયા પડાવી લેવાની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે. આ મામલે જામનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન (B Division Police Station) માં કુલ 6 શખ્સો સામે ગુનો નોંધાયો છે.

Advertisement

આર્થિક લેતીદેતીના વિવાદમાં અપહરણ

ઘટનાની વિગતો અનુસાર, ભોગ બનનાર યુવકે આરોપીઓ પાસેથી અગાઉ નાણાં ઉછીના (Borrowed Money) લીધા હતા. આ આર્થિક લેતીદેતીના વિવાદમાં જ્યારે યુવક નક્કી કરેલા સમયે રૂપિયા પરત ન કરી શક્યો, ત્યારે આરોપીઓએ કાયદો હાથમાં લીધો હતો. મુખ્ય આરોપી જયદીપસિંહ જાડેજા (Jaydeepsinh Jadeja) અને ચિરાગ આહીર (Chirag Ahir) સહિત અન્ય સાગરીતોએ મળીને યુવકનું અપહરણ કર્યું હતું.

Advertisement

Jamnagar_mony_gujarat_first

પોલીસે યુવકને બચાવ્યો

અપહરણ કર્યા બાદ યુવકને શહેરના એક અવાવરું મકાનમાં ગોંધી રાખવામાં (Illegal Confinement) આવ્યો હતો. ત્યાં તેને શારીરિક અને માનસિક ત્રાસ આપીને જબરદસ્તીથી 10 લાખ રૂપિયાની ખંડણી (Extortion) પડાવી લેવામાં આવી હતી. યુવકે આખરે છૂટકારો મળતા હિંમત દાખવી પોલીસનો સંપર્ક કર્યો હતો.

Jamnagar_mony_gujarat_first

Jamnagar પોલીસે કાર્યવાહી કરી

જામનગર પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને જયદીપસિંહ અને ચિરાગ સહિતના કેટલાક આરોપીઓની ધરપકડ (Arrest) કરી લીધી છે. બાકીના ફરાર શખ્સોને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ આ મામલે નાણાકીય વ્યવહારોની પણ ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે જેથી આ મની લેન્ડિંગ રેકેટના મૂળ સુધી પહોંચી શકાય.

આ પણ વાંચો: Dhoraji નગરપાલિકામાં તંત્રની ઘોર બેદરકારી, લિફ્ટ બંધ પડતા 8 લોકોના શ્વાસ અધ્ધર

Tags :
Advertisement

.

×