Jasdan: ટ્યુશન ક્લાસમાં વિદ્યાર્થિનીના મોત બાદ મોટો વિવાદ, સંચાલકની ધરપકડ
જસદણના આલ્ફા ટ્યુશન ક્લાસમાં 10 વર્ષીય વિદ્યાર્થિનીનું સારવાર દરમિયાન મોત થતા ગંભીર વિવાદ સર્જાયો છે. ટ્યુશન સંચાલકે બાળકીની બીમારી છુપાવી હોવાનો અને પરિવાર સાથે વાત ન કરવા દીધી હોવાનો ગંભીર આક્ષેપ પરિવારજનોએ કર્યો છે. પોલીસે સંચાલકની ધરપકડ કરી સીસીટીવી ફૂટેજ મેળવ્યા છે. અન્ય વિદ્યાર્થીઓમાં પણ બીમારીના લક્ષણો દેખાતા વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
Advertisement
Jasdan Tuition Class Case: રાજકોટ જિલ્લાના જસદણમાં આવેલા 'આલ્ફા ટ્યુશન ક્લાસ'માં અભ્યાસ કરતી 10 વર્ષીય વિદ્યાર્થિનીના સારવાર દરમિયાન થયેલા મોત બાદ સમગ્ર વિસ્તારમાં ભારે આક્રોશ ફેલાયો છે. પરિવારજનો દ્વારા ટ્યુશન સંચાલક પર ગંભીર બેદરકારીના આક્ષેપ કરવામાં આવ્યા છે.

