Jawaharbhai Chavda: બેરોજગારી અને પેપરલીક મુદ્દે પૂર્વ મંત્રી જવાહરભાઈ ચાવડા શું બોલ્યા?
- પૂર્વ મંત્રી Jawaharbhai Chavda નું મોટું નિવેદન
- બેરોજગારી, પેપરલીક સહિત કારણોથી યુવાનોમાં હતાશા
- આઠ માસમાં યુવા વર્ગ સાથે થયેલા સંવાદના મુદ્દા શેર કર્યાં
- સોશિયલ મીડિયામાં વીડિયો મારફત મુદ્દા રજૂ કર્યાં
- સરકારી વિભાગોમાં અનેક સમસ્યાઓ છેઃ જવાહરભાઈ ચાવડા
- "યુવા વર્ગ મહેનતુ અને લાયક હોવા છતાં, બેરોજગાર છે"
- "વારંવાર પેપર લીક થવાના કારણે યુવા વર્ગ હતાશ છે"
Jawaharbhai Chavda Statement:ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર બેરોજગારી અને સરકારી ભરતી પરીક્ષાઓમાં વારંવાર થતા પેપરલીકનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. પૂર્વ મંત્રી તથા ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાએ સરકારની કામગીરી પર સીધા અને આકરા પ્રહાર કરતું નિવેદન આપ્યું છે, જેના કારણે રાજ્યના રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચ્યો છે.
યુવાનોમાં ગંભીર હતાશા અને આક્રોશની લાગણી: Jawaharbhai Chavda
જવાહરભાઈ ચાવડા(Jawaharbhai Chavda)એ એક વીડિયો મારફતે કહ્યું છે કે, “સરકારી વિભાગોમાં પરસ્પર સંકલનનો અભાવ છે. સારી વ્યવસ્થા જ નથી. રોજગારી આપવામાં સરકાર નિષ્ફળ ગઈ છે. ઉપરાંત ઉપરથી ઓરમાયું વર્તન કરવામાં આવે છે.” તેમણે વધુમાં કહ્યું, “વારંવાર પેપરલીક થવાની ઘટનાઓ અને પસંદગી પ્રક્રિયામાં ખોટી પદ્ધતિઓના કારણે યુવાનોમાં ગંભીર હતાશા અને આક્રોશની લાગણી પ્રવર્તી રહી છે. પૂર્વ મંત્રીએ યુવા પેઢીની પીડા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “આપણી યુવા પેઢી અત્યંત મહેનતુ અને હોશિયાર છે, પરંતુ તેમ છતાં તેઓ બેરોજગાર છે.” આ નિવેદનનો હાલ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જુનિયર ક્લાર્ક, તલાટી, પોલીસ કોન્સ્ટેબલ, હેડ ક્લાર્ક, GPSSBની વિવિધ ભરતીઓ સહિત અનેક મોટી પરીક્ષાઓમાં પેપરલીકની ઘટનાઓ સામે આવી છે.
આ પણ વાંચોઃ Surat: નકલી પનીર વેચવું ભારે પડ્યું, સુરભી ડેરીના સંચાલક સામે ગુનો નોંધાયો