Jayant Pandya Retirement: વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાની નિવૃત્તિની જાહેરાત કરી, સંસ્થા બંધ કરવાનો નિર્ણય
રાજકોટમાં અંધશ્રદ્ધાના દૂષણ સામે 37 વર્ષ સુધી લડત આપનાર વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ નિવૃત્તિની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે. 70 વર્ષની વય મર્યાદા પૂર્ણ થતા તેઓ સંસ્થા બંધ કરી દેશે. અત્યાર સુધી તેમણે હજારો ભૂવાઓના ધતિંગ બંધ કરાવ્યા છે અને ધમકીઓ સામે પણ અડગ રહ્યા છે.
Advertisement
Jayant Pandya Vignan Jatha Retirement: રાજકોટના જાણીતા સામાજિક કાર્યકર અને વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ હવે વય મર્યાદાને ધ્યાનમાં રાખીને સક્રિય સમાજસેવામાંથી નિવૃત્ત થવાનો નિર્ણય કર્યો છે. હાલમાં તેઓ 69 વર્ષના છે અને તેમણે સ્પષ્ટતા કરી છે કે આવતા એક વર્ષ સુધી તેઓ કામ કરશે અને ત્યારબાદ 70 વર્ષની ઉંમરે તેઓ નિવૃત્ત થઈ જશે. તેમણે માત્ર નિવૃત્તિ જ નહીં, પરંતુ વિજ્ઞાન જાથા જેવી સંસ્થાને પણ કાયમી ધોરણે બંધ કરી દેવાની જાહેરાત કરી છે.

