Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rajkot-જૂનાગઢ હાઈવે પરની હોટલમાં ભીષણ આગ, લગ્નનું આયોજન હોવાથી મચી દોડધામ

રાજકોટ-જૂનાગઢ હાઈવે પર જેતલસર પાસે આવેલી એક લોકપ્રિય હોટલમાં આજે અચાનક જ કાળમુખી આગ ત્રાટકી હતી. હોટલના આંગણે લગ્ન પ્રસંગના ધૂમ-ધડાકા વચ્ચે અચાનક આખું વાંસનું માળખું ભડભડ સળગી ઉઠતા મહેમાનોમાં નાસભાગ મચી ગઈ હતી.
rajkot જૂનાગઢ હાઈવે પરની હોટલમાં ભીષણ આગ  લગ્નનું આયોજન હોવાથી મચી દોડધામ
Advertisement
  • Rajkot-જૂનાગઢ હાઇવે પરની હોટલમાં ભીષણ આગ!
  • જેતલસર ગામ પાસે વ્રજ વાટીકા નામની હોટલમાં અગ્નિતાંડવ
  • હોટલમાં લગ્ન પ્રસંગનું આયોજન હોવાથી મહેમાનોમાં મચી દોડધામ
  • આગમાં વાંસનું આખું ભવ્ય સ્ટ્રક્ચર બળીને મિનિટોમાં થયું ખાખ
  • હોટલ સંચાલકને આગને કારણે લાખો રૂપિયાનું મોટું આર્થિક નુકસાન
  • ઘટનાસ્થળે ફાયર ફાઈટરની ટીમોએ પહોંચી આગ પર મેળવ્યો કાબૂ

રાજકોટ-જૂનાગઢ હાઈવે (Rajkot-Junagadh Highway) પર જેતલસર ગામ પાસે આવેલી એક જાણીતી હોટલમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. હાઈવે પર સ્થિત 'વ્રજ વાટીકા' (Vraj Vatika Hotel) નામની હોટલમાં અચાનક આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટના સમયે હોટલમાં લોકોની અવરજવર વધુ હતી, જેના કારણે ભયનો માહોલ જોવા મળ્યો હતો.

Rajkot_FIRE_NEWS

Advertisement

Rajkot: લગ્ન પ્રસંગનું આયોજન અને નુકસાન

મળતી વિગતો અનુસાર, હોટલમાં એક લગ્ન પ્રસંગનું (Wedding Ceremony) ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ માટે હોટલના પ્રાંગણમાં વાંસનું આખું આકર્ષક સ્ટ્રક્ચર (Bamboo Structure) તૈયાર કરવામાં આવ્યું હતું. આગ એટલી ઝડપથી પ્રસરી કે જોતજોતામાં આખું સ્ટ્રક્ચર બળીને ખાખ થઈ ગયું હતું. સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ હોટલ માલિકને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન (Financial Loss) વેઠવાનો વારો આવ્યો છે.

Advertisement

Rajkot_FIRE_NEWS

ફાયર ફાઈટરોની જહેમત

આગ લાગ્યાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ફાયર બ્રિગેડને (Fire Department) જાણ કરી હતી. ફાયર ફાઈટરની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટને કારણે આ દુર્ઘટના બની હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. હાઈવે પર લાગેલી આ આગને કારણે થોડો સમય ટ્રાફિક વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો.

આ પણ વાંચો: કોલકાતામાં PM Modiનો ભવ્ય રોડ શો, માર્ગો પર 'મોદી મોદી' ના નારા ગુંજ્યા!

Tags :
Advertisement

.

×