Jetpur : શહેરમાં ગેરકાયદેસર રહેતી બાંગ્લાદેશી મહિલા પકડાઈ, બાંગ્લાદેશનું ચૂંટણીકાર્ડ પણ મળ્યું
- Jetpur શહેરમાં ગેરકાયદેસર રહેતી બાંગ્લાદેશી મહિલા પકડાઈ
- બાંગ્લાદેશી મહિલા પાસેથી ભારતીય રહેવાસીનાં કોઈપણ પુરાવા ન મળ્યા
- મહિલા પાસેથી બાંગ્લાદેશી ચૂંટણી કાર્ડ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી
Jetpur : જમ્મુ-કાશ્મીરનાં પહેલગામમાં થયેલા આતંકી હુમલા (Pahalgam Attack) બાદ રાજ્યમાં ગેરકાયદે રહેતાં બાંગ્લાદેશીઓને શોધી કાઢવા ખાસ તપાસ શરૂ કરાઈ છે. છેલ્લાં ત્રણ દિવસમાં પોલીસે 52 જેટલા ગેરકાયદેસર ઘૂસી આવેલા બાંગ્લાદેશી નાગરિકોની તપાસ શરૂ કરી હતી. શહેરનાં અનેક વિસ્તારમાં ચેકિંગ કરાયું હતું. ત્યારે શહેરનાં ગુજરાતી વાડી (Gujarati Wadi) વિસ્તારમાંથી એક બાંગ્લાદેશી મહિલા મળી આવી છે. તેણીને પોલીસે ડિટેઇન કરી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Vadodra: સાવલીમાં ઓવર લોડ ડમ્પરની અડફેટે શ્રમજીવી યુવકનું મોત
ગુજરાતી વાડી વિસ્તારમાં બાંગ્લાદેશી મહિલા રહેતી હોવાની માહિતી મળી હતી
પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગતો મુજબ, શહેરનાં (Jetpur) ગુજરાતી વાડીનાં જુમખાના મેદાન પાછળ આવેલ દિનેશભાઈ ખોડાભાઈ પાઘડાર સાથે રુકસાનાં નામની મહિલા કોઈ પણ પ્રકારનાં વિઝા કે સરકારની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે રહે છે તેવી હકીકત મળતા પોલીસે ખાનગી રાહે તપાસ કરતા રુકસાનાબેન ડૉ/ઓફ મહંમદ સદરૂદિન મોહમ્મદ ગુલામમિયાં (રહે. મોહલા હરિશંકરપુર વિસ્તાર થાણા, જિંનદેહ બાંગ્લાદેશ) નામની મહિલા ભારતમાં ઘૂસણખોરી કર્યાનું ખુલાસો થયો હતો.
આ પણ વાંચો - Dahod : લીમડીનગરમાં ગુમ થયેલ 12 વર્ષીય બાળકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો
મહિલા પાસેથી બાંગ્લાદેશનું ચૂંટણીકાર્ડ મળી આવ્યું
પોલીસ (Jetpur Police) તપાસમાં મહિલા ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી રહેતી હતી. બાંગ્લાદેશી મહિલા પાસેથી ભારતીય રહેવાસીનાં પુરાવા મળી ન આવેલ હોય તેમ જ મહિલા (Bangladeshi Woman) પાસેથી બાંગ્લાદેશનું ચૂંટણી પંચનું મતદાર ઓળખ મળી આવતા શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકની નજરે નજરકેદ કરી કાર્યવાહી હાથ ધરાઈ છે.
અહેવાલ : હરેશ ભાલિયા, જેતપુર
આ પણ વાંચો - Chandola Lake Demolition : દબાણો દૂર કર્યા બાદ ચંડોળા તળાવને લઈ વિશેષ આયોજન