Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot: જિગીષા પટેલ અને બન્ની ગજેરાની ઓડિયો ક્લીપનો મુદ્દો, પાટીદાર અગ્રણી પરષોત્તમ પીપળીયાનું નિવેદન

જીગીષા પટેલ અને બન્ની ગજેરાની વાયરલ ક્લીપ મામલે પાટીદાર અગ્રણી પરષોત્તમ પીપળીયાએ નિવેદન આપ્યું હતું કે, સમાજની એકતાને વેર વિખેર કરવાનો પ્રયત્ન છે.
rajkot  જિગીષા પટેલ અને બન્ની ગજેરાની ઓડિયો ક્લીપનો મુદ્દો  પાટીદાર અગ્રણી પરષોત્તમ પીપળીયાનું નિવેદન
Advertisement
  • જિગીષા પટેલ અને બન્ની ગજેરાની ઓડિયો ક્લીપનો મુદ્દો
  • સમગ્ર મુદ્દે પાટીદાર અગ્રણી પરષોત્તમ પીપળીયાનું નિવેદન
  • બદનામ કરવાનું આ એક ષડયંત્ર ચાલી રહ્યુ છે: પરષોત્તમ પીપળીયા
  • નરેશ પટેલના ચરિત્ર વિશે કોઇ બોલી જ ન શકે: પરષોત્તમ પીપળીયા

જિગીષા પટેલ અને બન્ની ગજેરાની ઓડિયો ક્લીપને લઈ પાટીદાર અગ્રણી પરષોત્તમ પીપળીયાએ નિવેદન આપ્યું હતું કે, નરેશ પટેલના ચરિત્ર વિશે કોઈ બોલી જ ન શકે. બદનામ કરવાનું આ એક ષડયંત્ર ચાલી રહ્યું છે. સમાજને એકતાને વેર વિખેર કરવાનો પ્રયત્ન છે. નરેશ પટેલને બ્લેક મેઈલ કરવાનું આ ષડયંત્ર છે.

પાટીદાર નેતા જિગીષા પટેલ (Jigisha Patel) અને વિવાદિત યુટ્યુબર બન્ની ગજેરાની (YouTuber Bunny Gajera) ઓડિયો ક્લિપ વાઇરલ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ વાઇરલ ઓડિયો ક્લિપમાં બન્ની ગજેરા અને જિગીષા પટેલ પાટીદાર આગેવાન નરેશ પટેલ (Naresh Patel) સામે ષડયંત્ર રચ્યાનો પર્દાફાશ થયો હોવાની ચર્ચા છે. પાટીદાર આગેવાન નરેશ પટેલને બ્લેકમેલ કરવાની સ્કીમ અંગે બંને ચર્ચા કરતા હોવાની માહિતી છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) વાઇરલ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતું નથી.

Advertisement

Advertisement

વાઇરલ ઓડિયો ક્લિપે જિગીષા પટેલનાં ષડયંત્રને ઉઘાડું પાડ્યું!

પાટીદાર નેતા જિગીષા પટેલ અને યુટ્યુબર બન્ની ગજેરા વચ્ચે મોબાઇલ પર થયેલ સંવાદની એક ઓડિયો ક્લિપ વાઇરલ થઈ છે. આ વાઇરલ ઓડિયો ક્લિપમાં જિગીષા પટેલ (Jigisha Patel) અને યુટ્યૂબર બન્ની ગજેરા પાટીદાર આગેવાન નરેશ પટેલ (Naresh Patel) સામે ષડયંત્ર રચતા હોય તેવી ચર્ચાઓ વેગવંતી થઈ છે. પાટીદાર આગેવાન નરેશ પટેલને બ્લેકમેલ કરવાની સ્કીમ અંગે બંને ચર્ચા કરતા હોય તેવી માહિતી છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) આ વાઇરલ ઓડિયો ક્લિપની (Viral Audio Clip) પુષ્ટિ કરતું નથી.

વિવાદિત યુટ્યૂબર બન્ની ગજેરા સામે અગાઉ નોંધાઈ ચૂકી છે ફરિયાદ

જણાવી દઈએ કે, અગાઉ યુટ્યુબર ભાવિન ઉર્ફે બન્ની ગજેરા સામે રાજકોટ જિલ્લાનાં (Rajkot) ગોંડલમાં જાહેરજીવનનાં આગેવાનો અને તેમના પરિવારની મહિલાઓ વિશે અભદ્ર ટિપ્પણીઓ કરી સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ કરવા મામલે B ડિવિઝન પોલીસમાં (B Division Police) ફરિયાદ નોંધાઈ હતી. જ્યારે તે પહેલા પણ ગોંડલ તાલુકા (Gondal), સુલતાનપુર, જેતપુર ખાતે સોશિયલ મીડિયા પર વાણીવિલાસ મામલે બન્ની ગજેરા સામે ફરિયાદ થઈ હોવાનું સામે આવ્યું હતું.

Tags :
Advertisement

.

×