ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Judicial system : ન્યાયિક પ્રણાલીને ટેકનોલોજીયુક્ત બનાવવા ગુજરાત સરકારનો હકારાત્મક નિર્ણય

રાજ્યના ડીસ્ટ્રીકટ જયુડીશયરીના ૧૨૦૦ ન્યાયાધીશોને રૂ. એક લાખ સુધીના ટેબ્લેટ અને પ્રિન્ટર અપાશે
02:59 PM Jul 11, 2025 IST | Kanu Jani
રાજ્યના ડીસ્ટ્રીકટ જયુડીશયરીના ૧૨૦૦ ન્યાયાધીશોને રૂ. એક લાખ સુધીના ટેબ્લેટ અને પ્રિન્ટર અપાશે

Judicial system : ગુજરાત સરકારે ન્યાયિક કાર્ય પ્રણાલીને વધુ સુગમ, કાર્યક્ષમ અને ટેકનોલોજી આધારિત બનાવવા માટે એક મહત્વનો નિર્ણય કર્યો છે. કાયદા મંત્રી ઋષિકેશ પટેલ (Rushikesh Patel)ના માર્ગદર્શનમાં કાયદા વિભાગે રાજ્યના ડીસ્ટ્રીકટ જયુડીશયરીના ૧૨૦૦ ન્યાયાધીશોને રૂ. એક લાખ સુધીના ટેબ્લેટ અને પ્રિન્ટર આપવામાં આવશે.

આ નિર્ણય અંતર્ગત, રાજ્યના અંદાજે ૧૨૦૦ ડીસ્ટ્રીકટ જયુડીશયરીના ન્યાયાધીશને રૂ. ૮૦,૦૦૦ની કિંમતના ટેબ્લેટ અને રૂ. ૨૦,૦૦૦ની કિંમતના પ્રિન્ટર આપવામાં આવશે. આ માટે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં રૂ. ૧૫ કરોડની જોગવાઈ મંજૂર કરી છે. આ નિર્ણયથી ન્યાયિક પ્રક્રિયાઓમાં ડિજિટલ ટેકનોલોજીના વ્યાપક ઉપયોગને પ્રોત્સાહન મળશે.

ભારતીય ન્યાય સંહિતાના નવા ફોજદારી કાયદાઓ ભારતીય ન્યાય સંહિતા (BNS), ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) અને ભારતીય સાક્ષ્ય અધિનિયમના અસરકારક અમલીકરણ માટે ડીસ્ટ્રીકટ જયુડીશયરીના ન્યાયાધીશોને અદ્યતન ટેકનોલોજીના સાધનો આપવાનો નિર્ણય કર્યો છે. આ પહેલ ઈ-કોર્ટ મિશન મોડ E-Court Mission Modeઅને ભારત સરકાર તથા ગુજરાત સરકારની ઈઝ ઓફ ડૂઈંગ જસ્ટિસ Ease of Doing Justice  નીતિના ભાગરૂપે કરવામાં આવી છે.

આ નિર્ણય ગુજરાત સરકારની ન્યાય વ્યવસ્થાને આધુનિક બનાવવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. જેનાથી ન્યાયિક અધિકારીઓને તેમના કાર્યમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને વધુ કાર્યક્ષમતા અને ચોકસાઈ લાવવામાં મદદ મળશે. આ પહેલ રાજ્યની ન્યાય વ્યવસ્થાને ડિજિટલ યુગ સાથે સાંકળીને નાગરિકોને ઝડપી અને પારદર્શક ન્યાય અપાવવાના લક્ષ્યને વેગ આપશે.

આ પણ વાંચો: Judicial system : ન્યાયિક પ્રણાલીને ટેકનોલોજીયુક્ત બનાવવા ગુજરાત સરકારનો હકારાત્મક નિર્ણય

Tags :
BNSE-Court Mission ModeEase of Doing Justicejudicial SystemRushikesh Patel
Next Article