JUNAGADH : "સ્થાનિક સંતોની કમિટી બનાવો, કલેક્ટર પર વિશ્વાસ નથી" - મહેશગીરી બાપુ
JUNAGADH : જુનાગઢમાં (Junagadh) ગિરનાર અંબાજી મંદિરનાં મહંત તનસુખગીરી બાપુ (TansukhGiri Bapu) દેવલોક પામ્યા બાદથી ગાદી માટે વિખવાદ સતત ઊગ્ર બની રહ્યો છે. આ સમગ્ર મામલે ભવનાથનાં મહંત હરિગીરી બાપુ, ઈન્દ્ર ભારતી બાપુના જૂથ અને દત્તાત્રેય મંદિરનાં મહંત મહેશગીરી બાપુ વચ્ચે ઘમાસાન મચ્યું છે. આ મામલે ભૂતનાથ મંદિર અને દત્ત શિખરનાં મહંત મહેશગીરી બાપુએ વધુ એક વખત પોતાની પ્રતિક્રિયા આપતા ગંભીર આરોપો લગાવ્યા છે.
દોઢ વર્ષ પહેલા કેશોદ એરપોર્ટ પર મુખ્યમંત્રીને મળ્યા
જુનાગઢમાં (Junagadh) ગિરનાર અંબાજીમાં મહંતપદ વિવાદ મામલે મહેશગીરી બાપુએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, તેઓ દોઢ વર્ષ પહેલા કેશોદ એરપોર્ટ પર મુખ્યમંત્રીને મળ્યા હતા. ત્યારે તેમણે મુખ્યમંત્રીને ભવનાથ મંદિરમાં હરિગીરી બાપુની ગેરરીતિઓ વિશે જણાવ્યું હતું. તે બાદ પણ સ્થાનિક તંત્ર શા માટે તુરંત એક્શન નથી લઇ રહ્યું ?.
જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા પર ભરોસો નથી
વધુમાં તેમણે જણાવ્યું કે, અગાઉ જૂનાગઢના જિલ્લા કલેક્ટર રચિત રાજ હતા, તે સમય દરમિયાન તેમણએ મંદિરને લગતો ઓર્ડર કર્યો હતો. હાલના જૂનાગઢના જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા પર ભરોસો નથી. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાની બદલી થવી જોઇએ.
તેમણે અમારી જોડે ખરાબ કૃત્ય કર્યું
વધુમાં તેમણે ઉમરતા કહ્યું કે, તુરંત સ્થાનિક સંતોની એક કમિટી બનાવવી જોઇએ. પ્રેમગીરીના શિષ્યનો આરોપ છે કે, તેમણે અમારી જોડે ખરાબ કૃત્ય કર્યું છે. એ જ પ્રેમગીરીની હાલમાં ચાદર વિધી કરવામાં આવી છે.
હું ત્યાં જઇશ અને બહાર કાઢીશ
અંતમાં તેમમે જણાવ્યું કે, આગામી, 1 ડિસેમ્બર - 2024 સુધીમાં હરિગીરીને ભવનાથ મંદિરમાંથી બહાર કાઢવામાં નહીં આવે તો હું ત્યાં જઇશ અને બહાર કાઢીશ. આમ, મહંત પદનો વિવાદ શાંત થવાની જગ્યાએ દિવસેને દિવસે વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. હવે આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો -- Vadodara : BJP નાં પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા મામલે જૈન મુનિ સૂર્ય સાગર મહારાજના નેતા-પોલીસ પર પ્રહાર!