ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Junagadh: તાલાલા ખાતે ભાજપના પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ

અહેવાલ - સાગર ઠાકર, જુનાગઢ તાલાલા ખાતે ભાજપના પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ થયો હતો. બે દિવસ સુધી ચાલનારા ભાજપના પ્રશિક્ષણ વર્ગમાં જૂનાગઢ અને ભાવનગરના મહાનગરપાલિકાના પદાધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવશે. બે દિવસમાં અલગ અલગ સાત વિષયો પર માર્ગદર્શન આપવામાં આવશે. જેમાં કેન્દ્ર...
08:10 PM Dec 23, 2023 IST | Maitri makwana
અહેવાલ - સાગર ઠાકર, જુનાગઢ તાલાલા ખાતે ભાજપના પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ થયો હતો. બે દિવસ સુધી ચાલનારા ભાજપના પ્રશિક્ષણ વર્ગમાં જૂનાગઢ અને ભાવનગરના મહાનગરપાલિકાના પદાધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવશે. બે દિવસમાં અલગ અલગ સાત વિષયો પર માર્ગદર્શન આપવામાં આવશે. જેમાં કેન્દ્ર...

અહેવાલ - સાગર ઠાકર, જુનાગઢ

તાલાલા ખાતે ભાજપના પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ થયો હતો. બે દિવસ સુધી ચાલનારા ભાજપના પ્રશિક્ષણ વર્ગમાં જૂનાગઢ અને ભાવનગરના મહાનગરપાલિકાના પદાધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવશે.

બે દિવસમાં અલગ અલગ સાત વિષયો પર માર્ગદર્શન આપવામાં આવશે. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારીની યોજનાઓની માહિતી તથા સોશિયલ મીડિયા અંગે પણ પદાધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવશે. આ પ્રશિક્ષણ વર્ગમાં આવતીકાલે પ્રભારી મંત્રી રાઘવજી પટેલ પણ ઉપસ્થિત રહેશે.

ભાજપ દ્વારા સમયાંતરે સંગઠનના પ્રશિક્ષણ વર્ગો ચલાવવામાં આવે છે. સંગઠન મજબૂત બને અને આગામી લોકસભાની ચુંટણીને લઈને કાર્યકર્તાઓને કઈ રીતે કામ કરવું તેનો ઉત્સાહ વધે તે માટે વર્ગનું આયોજન કરવામાં આવે છે. જેમાં પ્રદેશના નેતાઓ, સંગઠનના લોકો માર્ગદર્શન આપે છે.

તાલાલા ખાતે એક ખાનગી રીસોર્ટમાં ભાજપના બે દિવસીય પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ થયો હતો. જેમાં ઈન્ચાર્જ ધવલ દવે, સહ ઈન્ચાર્જ પ્રદિપ ખીમાણી તથા ધારાસભ્ય સંજય કોરડીયા સહીતના નેતાઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આવતીકાલે કૃષિ મંત્રી તથા જૂનાગઢના પ્રભારી મંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહેશે અને પદાધિકારીઓને માર્ગદર્શન આપશે.

આ પણ વાંચો - Surat : BRTS બસે અનેક લોકોને લીધા અડફેટે, 2ના મોતની આશંકા

Tags :
BhavnagarBJPCorporation OfficersGujarat FirstGUJARAT FIRST NEWSJunagadhMunicipal CorporationMunicipal Corporation OfficersTraining class
Next Article