Junagadh: ગિરનાર શક્તિપીઠ અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુનું નિધન, સંતો-મહંતોમાં શોકની લાગણી
- લાંબી બીમારીના અંતે ખાનગી હોસ્પિટલમાં થયું નિધન
- ગિરનાર ક્ષેત્રના સંતોમાં પણ ભારે શોકની લાગણી ફેલાઈ
- આજે ભીડભંજન મહાદેવ મંદિર ખાતે સમાધિ આપવામાં આવશે
Junagadh: ગિરનાર શક્તિપીઠ અંબાજી મંદિરના મહંત પૂજ્ય મોટા પીર બાવા તનસુખગીરી બાપુ દેવલોક પામ્યા હોવાનું સામે આવ્યું છે. જાણકારી એવી મળી છે કે, લાંબી બીમારીના અંતે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન દેવલોક પામ્યા છે. નોંધનીય છે કે, અત્યારે ગિરનાર ક્ષેત્રના સંતોમાં પણ ભારે શોકની લાગણી ફેલાઈ છે. શ્રી તનસુખગીરી બાપુ ગિરનાર અંબાજી મંદિર દત્ત શિખર અને ભીડભંજન મહાદેવ મંદિરના મહંત છે.
આ પણ વાંચો: Venus Transit : શુક્રએ બદલી ચાલ, આ રાશિઓનું ચમક્યું ભાગ્ય
ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું
નોંધનીય છે કે, મહંત પૂજ્ય મોટા પીર બાવા તનસુખગીરી બાપુ દેવલોક પામ્યા હોવાથી અત્યારે ગિરનારનાં સંતો મહંતોમાં ભારે શોકની લાગણી છેવાઈ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો શ્રી તનસુખગીરી બાપુ ગિરનાર અંબાજી મંદિર દત્ત શિખર અને ભીડભંજન મહાદેવ મંદિરના મહંત છે. જેમનું આજે લાંબી બીમારી બાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હોવાના સમાચાર સામે આવ્યાં છે. બાપુના અવસાનના કારણે ગિરનાર ક્ષેત્રના સંતોમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે.
આ પણ વાંચો: મધ્ય રાત્રિએ Somnath Temple પર જોવા મળ્યો અનોખો નજારો, મહાદેવનો અભિષેક કરવા આવ્યાં ચંદ્ર દેવ
મહંતો અને ભક્તોમાં ભારે શોકની લાગણી
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે પૂજ્ય મોટા પીર બાવા શ્રી તનસુખગીરી બાપુને આજે ભીડભંજન મહાદેવ મંદિર ખાતે સમાધિ આપવામાં આવશે. નોંધનીય છે કે, મોટી સંખ્યમાં ભક્તો હાજર રહીં શકે છે. જોકે, શ્રી તનસુખગીરી બાપુના અવસાનના કારણે ગિરનારના સંતો, મહંતો અને ભક્તોમાં ભારે શોકની લાગણી છવાઈ હોવાનું પણ સામે આવ્યું છે.
આ પણ વાંચો: Dakor Temple:દેવ દિવાળીએ ડાકોર ટેમ્પલ કમિટીની ખાસ ભેટ, ધજા ચડાવવાને લઈને લીધે આ નિર્ણય