Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Junagadh:જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું

Junagadh: જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ(Heavy Rains) થી જનજીવન ખોરવાયું છે. જેમાં કલેક્ટર અનિલ રાણાવસિયાની સાવચેત રહેવા અપીલ છે. તેમજ કલેક્ટર અનિલ રાણાવસિયાએ વધુમાં જણાવ્યું છે કે જૂનાગઢ જિલ્લાના 75 રસ્તા અસરગ્રસ્ત થયા છે. ઓવરટોપિંગને લીધે 65 ગામડા સંપર્ક વિહોણા બન્યા...
junagadh જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું
Advertisement

Junagadh: જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ(Heavy Rains) થી જનજીવન ખોરવાયું છે. જેમાં કલેક્ટર અનિલ રાણાવસિયાની સાવચેત રહેવા અપીલ છે. તેમજ કલેક્ટર અનિલ રાણાવસિયાએ વધુમાં જણાવ્યું છે કે જૂનાગઢ જિલ્લાના 75 રસ્તા અસરગ્રસ્ત થયા છે. ઓવરટોપિંગને લીધે 65 ગામડા સંપર્ક વિહોણા બન્યા છે. તેમજ તકેદારીના ભાગરૂપે રસ્તા ઉપર અવરજવર બંધ કરાઈ છે.

જિલ્લામાં એસટીના 14 રૂટ પણ બંધ કરાયા

જિલ્લામાં એસટીના 14 રૂટ પણ બંધ કરાયા છે. જેમાં જિલ્લાના 19માંથી 9 ડેમ ઓવરફ્લો થયા છે. નદીકાંઠા વિસ્તારના 53 ગામડાઓને એલર્ટ કરાયા છે. તથા માંગરોળમાં એક કાચું મકાન ધરાશાયી થયુ છે. તથા તાલુકામાં 40 એગ્રી ફિડર અસરગ્રસ્ત થયા છે. તથા 3 જ્યોતિગ્રામ ફીડર અસરગ્રસ્ત થયા છે. તેમજ જુનાગઢ શહેરમાં SDRF, કેશોદમાં NDRF તૈનાત ટીમ તૈનાત છે. જિલ્લામાં વંથલી માણાવદર કેશોદ માંગરોળમાં વધુ વરસાદ આવ્યો છે. તથા વંથલીમાં આજ સવાર સુધીમાં 13 ઇંચ વરસાદ આવ્યો છે. કેશોદમાં સવાર સુધી બાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. તેમજ માણાવદરમાં સવાર સુધી સાત ઇંચ જેટલો વરસાદ આવ્યો છે.

Advertisement

Advertisement

માંગરોળમાં સવાર સુધી પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો

માંગરોળમાં સવાર સુધી પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તેમજ જિલ્લાના 75 રસ્તા અસરગ્રસ્ત થયા છે. ઓવરટોપિંગને લીધે 65 ગામડા સંપર્ક વિહોણા બન્યા છે. તકેદારીના ભાગરૂપે આ રસ્તા ઉપર અવરજવર બંધ કરાઈ છે. માળીયાહાટીના તાલુકાના કાત્રાસા ગામે ઇકો ગાડી ડ્રાઈવર સાથે તણાઈ હતી જેમાં જાનહાનિ થઇ નથી. તાલુકામાં 40 એગ્રી ફિડર તથા ત્રણ જ્યોતિગ્રામ ફીડર અસરગ્રસ્ત થયા છે જેમાં પાણી ઓસરતાં થશે તેમ વીજ પુરવઠો પૂર્વવત કરાશે. કોર્પોરેશન કંટ્રોલ રૂમમાં 18 ફરિયાદ નોંધાઈ જેનો નિકાલ કરાયો છે. તેમજ હજુ જિલ્લામાં ઓરેન્જ એલર્ટની પરિસ્થિતિ છે. તેમાં લોકોને બિનજરૂરી અવર-જવર ન કરવા અપીલ છે. કોઈપણ વન્યપ્રાણીને જાનહાનિના પણ સમાચાર નથી.

આ પણ  વાંચો  -Ahmedabad: હથિયારોની હેરાફેરીનો પર્દાફાશ, 2 આરોપીની ધરપકડ

આ પણ  વાંચો  -VADODARA : MBA યુવકોએ ખેતપેદાશોના વેચાણને વ્યવસાય બનાવ્યો

આ પણ  વાંચો -Khokhra Police: ક્રિકેટ સટ્ટા બેટિંગના આંતર રાજ્ય નેટવર્કનો પર્દાફાશ, 3 આરોપીઓની ધરપકડ

Tags :
Advertisement

.

×