Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Junagadh: ‘મને માફ કરજો, Sorry’ વ્યાજખોરોના ત્રાસથી આધેડે પોતાની જીવનલીલા સંકેલી

Junagadh: ગુજરાતમાં અત્યારે આપઘાતના કેસો આવી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અત્યારે માનસિક ચિંતાઓ અત્યંત વધી ગઈ છે. જેના કારણે માણસ પોતાની જિંદગી ટૂંકાવી દેતો હોય છે. ત્યાંરે ફરી એકવાર આવી ઘટના સામે આવી છે. વિગતે વાત...
junagadh  ‘મને માફ કરજો  sorry’ વ્યાજખોરોના ત્રાસથી આધેડે પોતાની જીવનલીલા સંકેલી
Advertisement

Junagadh: ગુજરાતમાં અત્યારે આપઘાતના કેસો આવી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અત્યારે માનસિક ચિંતાઓ અત્યંત વધી ગઈ છે. જેના કારણે માણસ પોતાની જિંદગી ટૂંકાવી દેતો હોય છે. ત્યાંરે ફરી એકવાર આવી ઘટના સામે આવી છે. વિગતે વાત કરવામાં આવે તો, અત્યારે જુનાગઢમાં વ્યાજખોરોનો ત્રાસ ખુબ જ વધી ગયો છે. જેના કારણે એક આધેડ વયના વ્યક્તિએ આપઘાત કરીને પોતાની જિંદગી ટૂંકાવી દીધી છે. નોંધનીય છે કે, વ્યાજખોરોના ત્રાસના કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.

જૂનાગઢમાં વ્યાજખોરોના ત્રાસથી આધેડે આપઘાત કર્યો

મળતી વિગતો પ્રમાણે જૂનાગઢ (Junagadh)માં વ્યાજખોરોના ત્રાસથી આધેડનો આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે,વ્યાજખોરોના ત્રાસથી વધુ એક જિંદગી હોમાઈ ગઈ છે. જુનાગઢમાં આવેલા બહુમાળી ભવનનાં પાર્કિગમાં ઝેરી દવા ગટગટાવી આધેડે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ સાથે એવી પણ વિગતો સામે આવી છે કે, મૃતક ભકનભાઈ ખુંટી ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા.

Advertisement

મોત પછી જે નાણાંની ઉઘરાણી કરે તેને જવાબદાર ગણવા

નોંધનીય છે કે, આધેડ વ્યક્તિએ વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી કંટાળી પોતાની જિંદગીનું અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં મૃતકના મોટરસાયકલમાંથી સુસાઇડ નોટ પણ મળી આવી છે. આ સુસાઇડ નોટમાં વ્યાજખોરોના નામનો ઉલ્લેખ તો નથી કર્યો પરંતુ હા એવું લખ્યું છે કે, ‘મોત પછી જે નાણાંની ઉઘરાણી કરે તેને જવાબદાર ગણવા.’

Advertisement

જુનાગઢમાં પણ આવી જ એક ઘટના સામે આવી

ગુજરાતમાં અત્યારે વ્યાજખોરોનો ત્રાસ ખુબ જ વધી ગયો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો વ્યાજખોરો પોતાની મૂડી કરતા ત્રણથી ચાર ગણા રૂપિયા વસુલે છે. જેના કારણે સામાન્ય લોકો માનસિક ટેન્શનમાં આવી જાય છે અને આત્મહત્યા કરવાનું વિચારી લેતા હોય છે. જુનાગઢ (Junagadh)માં પણ આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં વ્યાજખોરો ત્રાસથી આપઘાત કર્યો છે.

આ પણ વાંચો: Ahmedbad : અકસ્માત બાદ Video બનાવી સરખેજ પોલીસ પર આક્ષેપ કરનાર યુવતીએ નોંધાવ્યું નિવેદન

આ પણ વાંચો: Chandipura Virus : રાજ્યમાં મૃત્યુઆંક 20 એ પહોંચ્યો, CM ની બેઠક, કોંગ્રેસ નેતાનો મુખ્યમંત્રીને પત્ર

આ પણ વાંચો: Junagadh: અપમૃત્યુ કે હત્યા? એક સિંહણ અને બે સિંહબાળના મોતથી ગીર વાસીઓમાં ચિંતાનો માહોલ!

Tags :
Advertisement

.

×