Junagadh સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ, ત્રિપાંખિયો જંગ જામશે
- Junagadh જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સ્પષ્ટ થયું ચિત્ર
- જિલ્લા પંચાયતની 30 બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ
- તાલુકા પંચાયતની 158 બેઠકો માટે 491 ઉમેદવારો વચ્ચે જામશે રસાકસી
- જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કુલ 98 હરીફો મેદાનમાં, એક પણ બિનહરીફ નહીં
- કેશોદ નગરપાલિકામાં ભાજપના 2 ઉમેદવારો ચૂંટણી પહેલા જ વિજેતા
- ફોર્મ ખેંચાયા બાદ મુખ્ય પક્ષો અને અપક્ષો વચ્ચે ખરાખરીનો મુકાબલો નક્કી
Junagadh: જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Local Body Elections) માટેનું ચિત્ર હવે સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ગયું છે. ફોર્મ ખેંચવાની પ્રક્રિયા બાદ હવે મેદાનમાં કેટલા ઉમેદવારો ભાગ્ય અજમાવશે તેની સત્તાવાર વિગતો સામે આવી છે. આ વખતે જિલ્લામાં મુખ્યત્વે ભાજપ (BJP), કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે જોરદાર ત્રિપાંખિયો જંગ (Three-way battle) જોવા મળશે.
Junagadh: જિલ્લા પંચાયતની બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થયું
જિલ્લા પંચાયતની વાત કરીએ તો, કુલ 30 બેઠકો માટે રાજકીય ગરમાવો ચરમસીમાએ છે. ભાજપ અને કોંગ્રેસે તમામ 30 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા છે, જ્યારે આમ આદમી પાર્ટીએ 29 બેઠકો પર ઝંપલાવ્યું છે. અપક્ષ તરીકે 9 ઉમેદવારો નસીબ અજમાવી રહ્યા છે, જેના કારણે કુલ 98 હરીફો મેદાનમાં છે. નોંધનીય છે કે જિલ્લા પંચાયતમાં એક પણ બેઠક બિનહરીફ (Uncontested) જાહેર થઈ નથી.'
તાલુકા પંચાયત સ્તરે પણ સ્થિતિ રસપ્રદ
બીજી તરફ, તાલુકા પંચાયત (Taluka Panchayat) સ્તરે પણ સ્થિતિ રસપ્રદ છે. જિલ્લાની 9 તાલુકા પંચાયતોની કુલ 158 બેઠકો માટે રસાકસી જામશે. અહીં ભાજપે તમામ 158 બેઠકો પર, કોંગ્રેસે 150 અને આપ દ્વારા 147 બેઠકો પર ઉમેદવારો મેદાનમાં છે. અપક્ષ ઉમેદવારોની સંખ્યા 31 છે, જે કુલ હરીફોનો આંકડો 491 પર લઈ જાય છે.
કેશોદ નપામાં 36 બેઠકો માટે જંગ જામશે
કેશોદ નગરપાલિકા (Keshod Municipality) માં કુલ 9 વોર્ડની 36 બેઠકો માટે જંગ જામશે. જોકે, અહીં ભાજપના 2 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. હવે 36 માંથી બાકી રહેલી બેઠકો પર ભાજપના 35, કોંગ્રેસના 33 અને આપના 24 ઉમેદવારો વચ્ચે મુકાબલો થશે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં મતદારોનો ઝુકાવ કઈ તરફ રહેશે તે હવે જોવું રહ્યું.
આ પણ વાંચો: કોંગ્રેસે Haryanaમાં કરી મોટી કાર્યવાહી,ક્રોસ વોટિંગ કરનારા 5 ધારાસભ્યોને કર્યા સસ્પેન્ડ


