ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Junagadh: 'આચાર્યને અનેક રજૂઆત કરવા છતાં બાળકોને કરાવે છે કામ', કાર્યવાહી નહીં થાય તો..!

Junagadh માં માળિયા હાટીનાના ગડુ ગામની સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય મનીષ વાઢિયા સામે વિદ્યાર્થીઓ પાસે બાંધકામનો સામાન ઉપડાવવા અને ગ્રાઉન્ડ સાફ કરાવવાનો વીડિયો વાયરલ થયો છે. આ મામલે ઉપસરપંચ રાજેશ પરમારે આચાર્ય સામે ગંભીર આક્ષેપો કર્યા છે કે વિદ્યાર્થીઓ પાસે પરાણે કામ કરાવવામાં આવે છે, જે અંગે વાલીઓએ પણ ફરિયાદ કરી છે. ઉપસરપંચે આચાર્ય સામે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે અને કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં અનશનની ચીમકી ઉચ્ચારી છે.
05:05 PM Nov 27, 2025 IST | Mahesh OD
Junagadh માં માળિયા હાટીનાના ગડુ ગામની સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય મનીષ વાઢિયા સામે વિદ્યાર્થીઓ પાસે બાંધકામનો સામાન ઉપડાવવા અને ગ્રાઉન્ડ સાફ કરાવવાનો વીડિયો વાયરલ થયો છે. આ મામલે ઉપસરપંચ રાજેશ પરમારે આચાર્ય સામે ગંભીર આક્ષેપો કર્યા છે કે વિદ્યાર્થીઓ પાસે પરાણે કામ કરાવવામાં આવે છે, જે અંગે વાલીઓએ પણ ફરિયાદ કરી છે. ઉપસરપંચે આચાર્ય સામે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે અને કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં અનશનની ચીમકી ઉચ્ચારી છે.
Junagadh

Junagadh:શિક્ષણના ધામ ગણાતી સરકારી શાળામાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવવામાં આવતી હોવાનો એક વીડિયો વાયરલ(Video Viral) થતાં શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. આ મામલો જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના ગડુ ગામની પ્રાથમિક શાળા(Gadu Village Primary School ) નો છે, જ્યાં શાળાનું બાંધકામ ચાલુ હોવા છતાં વિદ્યાર્થીઓ પાસે કામ કરાવવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપો થયા છે.  વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે શાળામાં અભ્યાસ કરતા નાના વિદ્યાર્થીઓ તેમના ગણવેશમાં બાંધકામનો સામાન ઉપાડી રહ્યા છે અને શાળાના મેદાનની સફાઈનું કામ પણ કરી રહ્યા છે.

ઉપસરપંચે કર્યા ગંભીર આક્ષેપો

આ સમગ્ર ઘટના અંગે ગડુ ગામના ઉપસરપંચ રાજેશ પરમાર(Rajesh Parmar) દ્વારા શાળાના આચાર્ય મનીષ વાઢિયા(Manish Wadhia) સામે આકરા આક્ષેપો કરવામાં આવ્યા છે. ઉપસરપંચના જણાવ્યા અનુસાર, આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓ પાસે બળજબરીપૂર્વક આ પ્રકારનું કામ કરાવવામાં આવે છે. સ્થાનિકો અને વાલીઓ દ્વારા અનેક વખત રજૂઆતો કરવા છતાં આચાર્ય પોતાની આ પ્રવૃત્તિઓ બંધ કરતા નથી.

ઉપસરપંચ રાજેશ પરમારે જણાવ્યું હતું કે, "અભ્યાસના સમયમાં બાળકને શિક્ષણ આપવાને બદલે તેમની પાસે બાંધકામનો સામાન ઉપડાવવો અને ગ્રાઉન્ડ સાફ કરાવવું એ ગેરકાયદેસર છે. અનેક વાલીઓએ મને વ્યક્તિગત રીતે ફરિયાદ કરી છે કે તેમના બાળકોને શાળામાં મજૂરી કરવા માટે દબાણ કરવામાં આવે છે."

આચાર્ય સામે પગલા લેવા માંગ

આ મામલે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉપસરપંચે કરી છે. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે, જો આવનારા દિવસોમાં આચાર્ય મનીષ વાઢિયા સામે કોઈ કડક શિક્ષણાત્મક કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેઓ અનશન પર ઉતરશે. પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવવાના આ મામલે ઉચ્ચ શિક્ષણ અધિકારીઓ અને જિલ્લા કક્ષાએ તપાસ થાય તે જરૂરી છે.

આ પણ વાંચોઃ Morbi: ‘કમિશનરના આશ્વાસન પર વિશ્વાસ નથી!’, સ્થાનિકોએ પાણી ન આવે ત્યાં સુધી મનપા કચેરીએ ધામા નાખ્યા

Tags :
Breaking News In GujaratiGaduGujaratGujarat FirstGujaratFirstJunagadhMaliya HatiNews In Gujaratiprimary schoolPrincipal StudentsVideo Viralviral video
Next Article