Junagadh: મિત્રના લગ્ન ગયેલા 5 યુવાનોની કાર નદીમાં પડી, 2 ના મોત, 3 સારવાર હેઠળ
- Junagadh માં કાર નદીમાં પડતાં 2 યુવકોના મોત
- મેંદરડા નજીક પાંચ મિત્રો લગ્નમાં ગયા હતા
- 2ના ઘટનાસ્થળે મોત, 3 ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા
- ગઢાળી નજીક વળાંકમાં કાર નદીમાં ખાબકી હતી
Junagadh Car Accident:જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકા નજીક અમરાપુર–ચાંદ્રાવાડી માર્ગ પર રવિવારે મોડી રાત્રે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત(Accident) સર્જાયો હતો. અમરાપુર–ચાંદ્રાવાડી માર્ગ પર કારના સ્ટેરીંગ પરનો અચાનક કાબૂ ગુમાવતાં પાંચ યુવાનો ભરેલી કાર નદીમાં ખાબકી હતી. આ ભયાનક અકસ્માતમાં બે યુવાનોનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં, જ્યારે બાકીના ત્રણ યુવકો ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર અર્થે ખસેડાયા છે.
બે યુવાનોનાં ઘટનાસ્થળે જ મોત
મળતી વિગતો પ્રમાણે મેંદરડા તાલુકાના અમરાપુર-ચાંદ્રાવાડી રોડ પર રવિવારે સાંજના સમયે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. મિત્રના લગ્નપ્રસંગે ગઢાળી ગામે આવેલા પાંચ યુવાનો કપડાં લેવા મેંદરડા જઈ રહ્યા હતા ત્યારે તેમની ઝડપી કાર રસ્તાના વળાંક પરથી કાબૂ ગુમાવી નીચે નદીના નદીમાં પડી ગઈ હતી. આ હૃદયવિદારક અકસ્માતમાં બે યુવકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે ત્રણ યુવકોને ગંભીર ઈજા થઈ હતી.
પોલીસે તપાસ હાથ ધરી
ઘટનાની જાણ થતાં જ મેંદરડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કારને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી. પોલીસે બંને મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે જૂનાગઢ મોકલી આપ્યા હતા. અકસ્માત અંગે મેંદરડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચોઃ Jawaharbhai Chavda: બેરોજગારી અને પેપરલીક મુદ્દે પૂર્વ મંત્રી જવાહરભાઈ ચાવડા શું બોલ્યા?