Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Junagadh માં જ્ઞાતિગત ભેદભાવ!, જમણવારમાં થાળી લાવવાની શરત મુદ્દે પોલીસ ફરિયાદ

ભક્તિના પવિત્ર પ્રસંગે જ્ઞાતિવાદનું દૂષણ ડાકણની જેમ વળગ્યું હોય તેવી ઘટના જૂનાગઢના એક ગામમાં સામે આવી છે. જમણવારના આયોજનમાં રખાયેલી અજીબોગરીબ શરતે વિવાદનું મધપૂડો છંછેડ્યો છે અને મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. સામાજિક સમરસતાને પડકાર ફેંકતી આ ઘટનામાં આયોજકો મુશ્કેલીમાં મુકાયા છે.
junagadh માં જ્ઞાતિગત ભેદભાવ   જમણવારમાં થાળી લાવવાની શરત મુદ્દે પોલીસ ફરિયાદ
Advertisement
  • Junagadh ના ભૂતડી ગામે જ્ઞાતિગત ભેદભાવ!
  • વિસાવદરના ભૂતડી ગામે જમણવારમાં વિવાદ
  • આયોજકો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો
  • થાળી સાથે લાવવા સૂચના આપતા મામલો બિચક્યો
  • અજયભાઈ નામના યુવકે પોલીસમાં નોંધાવી ફરિયાદ
  • પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભેદભાવનો ગંભીર આક્ષેપ

Junagadh: આધુનિક યુગમાં પણ જ્ઞાતિગત ભેદભાવની ઘટનાઓ હજુ સમાજમાં જોવા મળી રહી છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર (Visavadar) તાલુકાના ભૂતડી ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામમાં આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ (Pran Pratishtha Mahotsav) દરમિયાન અનુસૂચિત જાતિના લોકો સાથે જ્ઞાતિગત ભેદભાવ રાખવામાં આવ્યો હોવાની ફરિયાદ ઉઠતા સમગ્ર પંથકમાં ચર્ચાઓ જાગી છે. આ મામલે વિસાવદર પોલીસે આયોજકો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ (Atrocity Act) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Junagadh_gujarat_first

Advertisement

Junagadh: પ્રતિષ્ઠા મહોત્સવમાં જમણવારનું આયોજન હતું

મળતી વિગતો અનુસાર, ભૂતડી ગામે આયોજિત પવિત્ર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જમણવારમાં અનુસૂચિત જાતિના (Scheduled Caste) શ્રદ્ધાળુઓ માટે ભેદભાવપૂર્ણ વલણ અપનાવવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. અજયભાઈ નામના યુવકે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, આયોજકો દ્વારા અનુસૂચિત જાતિના લોકોને પોતાના ઘરેથી થાળી (Plates) સાથે લાવવા માટે સૂચના આપવામાં આવી હતી. આ પ્રકારની શરતને કારણે જ્ઞાતિવાદનો માહોલ ઉભો થયો હતો અને સમાજમાં હીન ભાવનાનો સંદેશ ગયો હતો.

Advertisement

ઘટનાની જાણ થતા જ પોલીસ વિભાગ હરકતમાં

આ ઘટનાની જાણ થતા જ પોલીસ વિભાગ (Gujarat Police) હરકતમાં આવ્યું છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ઘટના સ્થળ પર જઈને પંચનામું (Spot Investigation) કરવામાં આવ્યું છે. આયોજકો સામે એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે મહોત્સવમાં હાજર સાહેદોના નિવેદન લેવાની પ્રક્રિયા શરૂ કરી છે અને પત્રિકા તેમજ અન્ય પુરાવાઓની તપાસ કરવામાં આવી રહી છે. સામાજિક સમરસતાને ઠેસ પહોંચાડતી આ ઘટનાને કારણે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Ahmedabad: વટવા હત્યાકાંડમાં ગજબનો ટ્વિસ્ટ, Drishyam ને પણ ફિકી પાડે તેવી મર્ડર મિસ્ટ્રી

Tags :
Advertisement

.

×