Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kadi by-Election : કોંગ્રેસની કઠણાઈ, પ્રચારમાં ય ભૂલો - બળદેવજી ઠાકોરની જીભ લપસી

કડી બેઠક પર પ્રચાર વખતે કોંગ્રેસ (Congress) ના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર (Baldevji Thakor) ની જીભ લપસી છે. તેમણે કોંગ્રેસે દાદાગીરી કરી હોવાનું નિવેદન આપી દીધું છે. વાંચો વિગતવાર.
kadi by election   કોંગ્રેસની કઠણાઈ  પ્રચારમાં ય ભૂલો   બળદેવજી ઠાકોરની જીભ લપસી
Advertisement
  • કડીમાં પ્રચાર દરમિયાન કોંગ્રેસ નેતાની જીભ લપસી
  • કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય Baldevji Thakor એ કર્યો બફાટ
  • કોંગ્રેસ દાદાગીરી કરે છે - Baldevji Thakor

Kadi by-Election : ગુજરાતમાં અત્યારે અગ્રણી રાજકીય પક્ષો કડી અને વિસાવદરની બેઠક પર પેટા ચૂંટણીનો જોર-શોરથી પ્રચાર કરી રહ્યા છે. દરેક રાજકીય પક્ષ પોતાની ઈમેજ જનતાની નજરમાં ઉજ્જવળ કરવા માટે મથી રહ્યો છે. રાજકીય નેતાઓ અને અગ્રણીઓ પોતાના પક્ષ સિવાયના પક્ષો વિશે અપપ્રચાર પણ કરી રહ્યા છે. જો કે બીજા પક્ષનો અપપ્રચાર કરવા જતાં ઘણીવાર પોતાના પક્ષ વિશે જ અયોગ્ય નિવેદન નીકળી જતા હોય છે. નેતાઓની જીભ લપસી જતા કેટલીકવાર પોતાના પક્ષનો જ અપપ્રચાર કરી બેસે છે. આવો જ એક કિસ્સો કડી બેઠક પર થનાર પેટાચૂંટણીના પ્રચાર વખતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર (Baldevji Thakor) સાથે બન્યો છે.

શું છે સમગ્ર ઘટના ?

ગુજરાતમાં આવનારા દિવસોમાં કડી અને વિસાવદર બેઠક પર પેટાચૂંટણી થવાની છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની નવી બનાવેલ પાર્ટી પણ આ વખતે મેદાનમાં છે. અત્યારે બંને બેઠક પર રાજકીય પક્ષો જોર-શોરથી પ્રચાર કરી રહ્યા છે. જેમાં કડી બેઠક પર થનાર પેટા ચૂંટણીના પ્રચાર વખતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની જીભ લપસી જતાં તેમણે કોંગ્રેસ વિરુદ્ધ જ નિવેદન કરી દીધું છે. Baldevji Thakor ને પુછવામાં આવ્યું કે, કોંગ્રેસ કયા કારણોથી આ બેઠક પર પેટા ચૂંટણી જીતશે ? આ સવાલના જવાબમાં બળદેવજીએ ભૂલથી કોંગ્રેસે નાના માણસોને હેરાન કર્યા છે અને દાદાગીરી કરે છે તેવું કહી દેતા ચકચાર મચી ગઈ છે.

Advertisement

આ પણ વાંચોઃ Fake Weapon License Scam : હથિયારના નકલી લાયસન્સ કેસમાં કાવતરાની કલમ ઉમેરવા કોર્ટની મંજૂરી

Advertisement

બળદેવજીની જીભ લપસી

કડી બેઠક પર થનાર પેટાચૂંટણીના પ્રચાર વખતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર (Baldevji Thakor) ની જીભ લપસી જતા તેમણે કોંગ્રેસ વિરુદ્ધ નિવેદનો કર્યા છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસએ દાદાગીરી કરી છે અને નાના માણસોને હેરાન કર્યા છે. કોરડા ગામની પ્રાથમિક શાળાનો હવાલો આપતા તેમણે કહ્યું કે, કોરડા ગામની પ્રાથમિક શાળાની હાલત બિસ્માર છે. કડીની જનતા હવે સરકારને ઓળખી ગઈ છે.

કડી બેઠક પર કાંટે કી ટક્કર

ગુજરાતમાં કડી બેઠક યોજાનાર પેટાચૂંટણી માટે કોંગ્રેસે સ્થાનિક ઉમેદવાર પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડા (Ramesh Chavada) ને પસંદ કર્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાને ટક્કર આપવા માટે ભાજપે જોટાણા ગામના વતની રાજેન્દ્ર ચાવડા (rajendra chavada) ને ઉમેદવાર બનાવ્યા છે. હવે કડીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડા અને કોંગ્રેસના રમેશ ચાવડા વચ્ચે જંગ જામશે.

આ પણ વાંચોઃ Gujarat Rain : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આ વિસ્તારો માટે ભારે વરસાદની આગાહી

Tags :
Advertisement

.

×