Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kajal Hindustani : કાજલ હિન્દુસ્થાનીની પોસ્ટમાં ધર્માંતરણ અંગે મોટો ઘટસ્ફોટ, BJP MLA પર ગંભીર આરોપ

કાજલ હિન્દુસ્થાનીએ વીડિયો અને ફોટા સાથે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી આદિવાસીઓનું ધર્માંતરણ થઈ રહ્યું હોવાનો દાવો કર્યો છે.
kajal hindustani   કાજલ હિન્દુસ્થાનીની પોસ્ટમાં ધર્માંતરણ અંગે મોટો ઘટસ્ફોટ  bjp mla પર ગંભીર આરોપ
Advertisement
  1. દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર ધર્માંતરણનું ભૂત ધૂણ્યું! (Kajal Hindustani)
  2. સામાજિક કાર્યકર કાજલ હિન્દુસ્થાનીનાં ટ્વીટથી ઘટસ્ફોટ
  3. આદિવાસીઓનું ધર્માંતરણ થઈ રહ્યું હોવાનો કાજલ હિન્દુસ્થાનીનો દાવો
  4. કેટલીક તસવીર, વીડિયો સાથે કાજલ હિન્દુસ્થાનીએ કરી પોસ્ટ

દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) ધર્માંતરણનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. સામાજિક કાર્યકર કાજલ હિન્દુસ્થાનીએ (Kajal Hindustani) વીડિયો અને ફોટા સાથે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી આદિવાસીઓનું ધર્માંતરણ થઈ રહ્યું હોવાનો દાવો કર્યો છે. ધર્માંતરણની ઘટના વ્યારા, તાપીની (Tapi) હોવાનો તેમણે પોસ્ટમાં ઉલ્લેખ કર્યો છે. સાથે જ ધર્માંતરણમાં ભાજપના જ MLA મોહન કોંકણી (MLA Mohan Konkani) મુખ્ય સૂત્રધાર હોવાનો પણ આક્ષેપ થયો છે.

આ પણ વાંચો - Valsad : પારડી પોલીસની કસ્ટડીમાં આરોપીનું 'હાસ્ય', સમજદાર કો ઇશારા કાફી હૈ !

Advertisement

Advertisement

સામાજિક કાર્યકર કાજલ હિન્દુસ્થાનીનાં ટ્વીટથી ઘટસ્ફોટ

સામાજિક કાર્યકર કાજલ હિન્દુસ્થાનીએ દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓનું ધર્માંતરણ થતું હોવાના દાવા સાથે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં વીડિયો અને ફોટા પણ શેર કરવામાં આવ્યા છે. કાજલ હિન્દુસ્થાનીએ પોતાનાં ટ્વીટમાં લખ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં દક્ષિણ ગુજરાતમાં મિશનરીઓ દ્વારા ધર્માંતરણનો ખેલ ઝડપથી વધી રહ્યો છે. આદિવાસી સમુદાયના સામાજિક સંગઠન દેવ બિરસા સેનાએ (Dev Birsa Sena) કહ્યું, 'ભાજપના ધારાસભ્ય મોહન કોંકણી ધર્માંતરણની આ રમત પાછળનાં મુખ્ય સૂત્રધાર છે.'

આ પણ વાંચો - Dwarka : સ્વામિનાયારણ પુસ્તક વિવાદ, ગુંગળી બ્રહ્મ સમાજે આવેદનપત્ર પાઠવી રોષ ઠાલવ્યો

અગાઉ મોરારી બાપુએ તેમની કથામાં ઉઠાવ્યો હતો મુદ્દો

જણાવી દઈએ કે, સામાજિક કાર્યકર કાજલ હિન્દુસ્થાનીએ (Kajal Hindustani) તેમની પોસ્ટમાં એક કાર્યક્રમમાં સંબોધન કરતા ધારાસભ્યનો વીડિયો પણ પોસ્ટ કર્યો છે. સાથે જ વીડિયોમાં ધારાસભ્યની વાતો પર સવાલ ઊભા કર્યા છે. ડિસેમ્બર 2024 નાતાલનાં પર્વનો આ વીડિયો હોવાની ચર્ચા છે. નોંધનીય છે કે, આ પહેલા કથાકાર મોરારી બાપુએ (Morari Bapu) પણ તેમની કથા દરમિયાન આદિવાસી ધર્માંતરણનો મુદ્દો ઉઠ્યો હતો. જ્યારે નર્મદા જિલ્લાના ડેડીયાપાડાનાં ધારાસભ્ય ચૈતર વસાવાએ (Chaitar Vasava) પણ MLA મોહન કોંકણીનાં ધર્મ પર સવાલ ઉઠાવ્યા હતા. ચૈતર વસાવાએ ધર્માંતરણની વાતને રદિયો આપ્યો હતો. જ્યારે, હવે કાજલ હિન્દુસ્થાનીની પુરાવા સાથેની પોસ્ટથી મુદ્દો ફરી ગરમાયો છે.

આ પણ વાંચો - Ahmedabad: બાપુનગરમાં યુવકની હત્યા, પોલીસ બેદરકારીનો વીડિયો થયો વાયરલ

Tags :
Advertisement

.

×