Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : 124 કાશ્મીરી યુવાનોએ વડોદરાનો વૈભવી વારસો માણ્યો

VADODARA : વડોદરા જિલ્લા (VADODARA DISTRICT) ના કેલનપુર દાદા ભગવાન સત સ્થાનક ખાતે છ દિવસીય ચોથા કાશ્મીરી યુવા આદાન પ્રદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમના ભાગરૂપે કાશ્મીરના છ અલગ-અલગ જિલ્લાઓમાંથી આવેલા ૧૨૪ પ્રતિભાગીઓએ ઐતિહાસિક લક્ષ્મી વિલાસ પેલેસની મુલાકાત લીધી...
vadodara   124 કાશ્મીરી યુવાનોએ વડોદરાનો વૈભવી વારસો માણ્યો
Advertisement

VADODARA : વડોદરા જિલ્લા (VADODARA DISTRICT) ના કેલનપુર દાદા ભગવાન સત સ્થાનક ખાતે છ દિવસીય ચોથા કાશ્મીરી યુવા આદાન પ્રદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમના ભાગરૂપે કાશ્મીરના છ અલગ-અલગ જિલ્લાઓમાંથી આવેલા ૧૨૪ પ્રતિભાગીઓએ ઐતિહાસિક લક્ષ્મી વિલાસ પેલેસની મુલાકાત લીધી હતી. આ પ્રવાસ દરમિયાન પ્રતિભાગીઓએ મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા નિર્મિત આ વૈભવી મહેલની સમૃદ્ધ સ્થાપત્ય, ઈતિહાસ અને સાંસ્કૃતિક વારસાને નજીકથી નિહાળી હતી.

ઐતિહાસિક વસ્તુઓએ પ્રતિભાગીઓનું ધ્યાન આકર્ષ્યું

પ્રતિભાગીઓએ મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમની પણ મુલાકાત લઈ સમૃદ્ધ કલેક્શન અને કલાકૃતિઓની વિસ્તૃત જાણકારી મેળવી હતી.આ મ્યુઝિયમમાં પ્રદર્શિત પેઇન્ટિંગ્સ, મૂર્તિઓ અને ઐતિહાસિક વસ્તુઓએ પ્રતિભાગીઓનું ધ્યાન આકર્ષ્યું અને તેમને ગુજરાતના સાંસ્કૃતિક વારસાનો અનુભવ કર્યો હતો.

Advertisement

યાત્રાએ પ્રતિભાગીઓના મનોબળમાં વધારો કર્યો છે

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતની વિવિધતામાં એકતા અને કાશ્મીરી યુવાનોને અન્ય પ્રદેશોની સાંસ્કૃતિક ધરોહરો સાથે પરિચિત કરાવવાનું છે. કાર્યક્રમ હેઠળ યુવાનોને દેશના વિવિધ ભાગોની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહરોને સમજવાનો અવસર મળી રહ્યો છે. આ યાત્રાએ પ્રતિભાગીઓના મનોબળમાં વધારો કર્યો છે અને તેમને દેશના સમૃદ્ધ વારસાને આત્મસાત કરવાની પ્રેરણા આપી છે.

Advertisement

પેલેસમાં વિશેષ રાત્રિભોજનનું આયોજન કરવામાં આવ્યું

વડોદરા સાંસદ હેમાંગ જોશી દ્વારા કાશ્મીરના છ જિલ્લાઓમાંથી આવેલા કુલ ૧૨૪ પ્રતિભાગીઓ માટે વડોદરાના પ્રતિષ્ઠિત લક્ષ્મી વિલાસ પેલેસમાં વિશેષ રાત્રિભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રતિભાગીઓ કાશ્મીરી યુવા વિનિમય કાર્યક્રમના ભાગરૂપે વડોદરા ખાતે હાજર હતા.

કાશ્મીરની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહરની ઝલક રજૂ કરી

આ કાર્યક્રમમાં વડોદરાના સાંસદ હેમાંગ જોશી, અકોટાના ધારાસભ્ય શ્રી ચૈતન્ય દેસાઈ, મેયર પિંકી સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ. શીતલભાઈ મિસ્ત્રી, ભાજપ શહેર મહામંત્રી શ્રી જસવંતસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. રાત્રિભોજન દરમિયાન જનપ્રતિનિધિઓએ કાશ્મીરી યુવાનો સાથે સંવાદ કર્યો હતો. કાશ્મીરી પ્રતિભાગીઓએ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ કરી કાશ્મીરની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહરની ઝલક રજૂ કરી હતી. આ આયોજનનો ઉદ્દેશ્ય કાશ્મીર અને ગુજરાત વચ્ચેના સાંસ્કૃતિક અને સામાજિક સંબંધોને મજબૂત બનાવવાનો હતો, જેના કારણે બંને રાજ્યોના યુવાનો વચ્ચે સમજ અને મિત્રતામાં વધારો થયો થશે.

ઇન્ટરએક્ટિવ પ્રવૃત્તિમાં પ્રતિભાગીઓએ ઉત્સાહભેર ભાગ લીધો

કાશ્મીરી યુવા વિનિમય કાર્યક્રમના ત્રીજા દિવસની શરૂઆત એક ઉત્સાહપૂર્ણ યોગ સત્રથી થઈ, જેમાં તમામ પ્રતિભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ સત્રનો ઉદ્દેશ્ય શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને, યુવાનોને ઊર્જા અને ઉત્સાહ સાથે દિવસભરની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રેરિત કરવાનો હતો. ઇન્ટરએક્ટિવ પ્રવૃત્તિમાં પ્રતિભાગીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. આ પ્રવૃત્તિનો ઉદ્દેશ્ય યુવાનોને પરસ્પર સંવાદ, સહકાર અને ટીમ વર્ક દ્વારા નવી શીખ અને અનુભવો મેળવવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો.

દેશની પ્રગતિમાં મહત્વની ભૂમિકા ભજવવા જણાવ્યું

દિનેશભાઈ ગાંધી, સિનિયર પ્રોગ્રામ ઓફિસર, રિજનલ સાયન્સ સેન્ટર, વડોદરાએ "વિજ્ઞાનિક અને ટેકનિકલ પ્રગતિ" પર એક પ્રેરણાદાયી સત્રનું આયોજન કર્યું. આ સત્રમાં તેમણે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, ટેકનિકલ વિકાસ અને નવીનતાની મહત્તા પર ભાર મૂકી. તેમણે યુવાનોને વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી ક્ષેત્રમાં યોગદાન આપી દેશની પ્રગતિમાં મહત્વની ભૂમિકા ભજવવા જણાવ્યું હતું.

સમાજમાં સકારાત્મક ફેરફાર લાવવા અને સક્રિય નાગરિક બનવા માટે પ્રેરિત કર્યા

બીજા સત્રમાં ડૉ. એમ. એન. પરમાર, સ્પેશ્યાલિસ્ટ સોશ્યલ વર્ક અને ડીન, પારુલ યુનિવર્સિટીએ "રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોની ભૂમિકા અને યોગદાન" પર તેમના વિચાર મૂક્યા. તેમણે રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોની શક્તિ અને તેમની સામાજિક જવાબદારીઓના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે યુવાનોને સમાજમાં સકારાત્મક ફેરફાર લાવવા અને સક્રિય નાગરિક બનવા માટે પ્રેરિત કર્યા હતા.

રાષ્ટ્ર પ્રત્યે તેમની જવાબદારીઓ અંગે જાગૃત કરવામાં આવ્યા

કાર્યક્રમના અંતે પ્રતિભાગીઓ સાથે સંવાદ સત્રનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તેમણે તેમના વિચાર અને પોતાના અનુભવ રજૂ કર્યા હતા. કાશ્મીરી યુવા વિનિમય કાર્યક્રમે પ્રતિભાગીઓને માત્ર શૈક્ષણિક અને ટેકનિકલ જ્ઞાન જ નહીં, પરંતુ રાષ્ટ્ર પ્રત્યે તેમની જવાબદારીઓ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો -- VADODARA : દિવાળી પૂર્વે પેન્શન, પગાર અને બોનસ પેટે પાલિકા રૂ. 50 કરોડ ચુકવશે

Tags :
Advertisement

.

×