ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Kharif Crops msp :ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટેની ઓનલાઇન નોંધણી શરૂ

રજીસ્ટ્રેશન અપડેટેશન બાદ આજથી નોંધણી માટે પોર્ટલ પુનઃ કાર્યરત થયું
03:06 PM Sep 02, 2025 IST | Kanu Jani
રજીસ્ટ્રેશન અપડેટેશન બાદ આજથી નોંધણી માટે પોર્ટલ પુનઃ કાર્યરત થયું

Kharif Crops msp : પ્રથમ દિવસે પોર્ટલ પર એકસાથે અસંખ્ય ખેડૂતોએ ખરીફ પાકોની ટેકા (Support price)ના ભાવે ખરીદી માટે નોંધણી કરાવતા પોર્ટલ ક્રેશ થયું હતું

અપડેટેશન બાદ આજથી નોંધણી માટે પોર્ટલ પુનઃ કાર્યરત થયું છે: કૃષિ મંત્રી  રાઘવજી પટેલ

નોંધણી પ્રક્રિયા તા. ૧૫ સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે; જરૂર જણાશે તો બાકી રહી ગયેલા ખેડૂતો માટે સમયમર્યાદા લંબાવવામાં આવશે
******

Kharif Crops msp :કૃષિ મંત્રી રાઘવજી પટેલે (Raghavji Patel) જણાવ્યું હતું કે, ગત તા. ૧ સપ્ટેમ્બરથી ગુજરાતમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટેની ઓનલાઇન નોંધણી શરૂ કરવામાં આવી હતી. નોંધણી શરૂ થયાના પ્રથમ દિવસે એક સાથે ખેડૂતો દ્વારા રજીસ્ટ્રેશન થવાથી ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર ટ્રાફિક વધી જવાના કારણે પોર્ટલ ક્રેશ થયું હતું, જેથી ખેડૂતોની પ્રથમ દિવસે નોંધણી થઈ શકી ન હતી.

આ બાબતની જાણ થતા કૃષિ વિભાગ દ્વારા સતત અપડેશનના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. જેના પરિણામે આજ તા. ૨ સપ્ટેમ્બરથી નોંધણી પુનઃ કાર્યરત થઈ છે. ખેડૂતો આગામી તા. ૧૫ સપ્ટેમ્બર સુધી નોંધણી કરાવી શકશે. રાજ્યમાં કોઈપણ ખેડૂત નોંધણીમાં બાકી ન રહી જાય તે માટે જરૂર જણાયે સમય મર્યાદા વધારવામાં આવશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

ખેડૂતોને નોંધણી માટે પૂરતો સમય આપવામાં આવશે, જેથી ખેડૂત મિત્રોએ બિનજરૂરી ધસારો ન કરીને સહકાર આપવા કૃષિ મંત્રી રાઘવજી પટેલે અનુરોધ કર્યો હતો.

આ પણ વાંચો: Karmayogi Abhiyan : આદિવાસી વિસ્તારોમાં પાયાના શાસન અને સેવા વિતરણમાં ધરમૂળથી પરિવર્તન લાવવા માટેનું મિશન

Tags :
kharif crops mspRaghavji PatelSupport Price
Next Article