Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadtal Dham ખાતે શ્રી ગોપાલાનંદ સ્વામી અતિથિગૃહનું ખાતમૂહુર્ત કરાયું, 205 રુમની સુવિધા મળશે

આજે એકાદશીના પાવન દિવસે વડતાલ ધામ ખાતે 205 રુમના શ્રીગોપાલાનંદ સ્વામી અતિથિગૃહનું ખાતમૂહુર્ત કરાયું હતું. 1 વર્ષમાં આ સુવિધા તૈયાર થશે...
vadtal dham ખાતે શ્રી ગોપાલાનંદ સ્વામી અતિથિગૃહનું ખાતમૂહુર્ત કરાયું  205 રુમની સુવિધા મળશે
Advertisement
  • વડતાલ ધામ ખાતે શ્રીગોપાલાનંદ સ્વામી અતિથિગૃહનું ખાતમૂહુર્ત કરાયું
  • શ્રીગોપાલાનંદ સ્વામી અતિથિગૃહમાં 205 રુમ જેટલું વિસ્તરણ કરાશે
  • વડતાલ ગાદીના આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે આશીર્વચન આપ્યા હતા

Vadtal Dham : આજે એકાદશીના પાવન દિવસે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ ધામ ખાતે 205 રુમના શ્રીગોપાલાનંદ સ્વામી અતિથિગૃહ (Shri Gopalanand Swami Atithi Gruh) ના વિસ્તરણકાર્યનું ખાતમૂહુર્ત કરાયું હતું. વર્તમાન અતિથિગૃહનું વિસ્તરણ કરીને કુલ 205 રૂમ બનાવવામાં આવશે. જેથી યાત્રિકોને કોઈ તકલીફ ન પડે. યાત્રિકો વિના વિઘ્ને વડતાલધામની મુલાકાત લઈ શકે. આ પ્રસંગે વડતાલ ગાદીના વર્તમાન આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ સાથે વેદ મંત્રના ગાન સાથે ભવ્ય ખાતમૂહુર્ત કાર્યક્રમ યોજાઈ ગયો.

ભવ્ય ખાતમૂહુર્ત કાર્યક્રમ

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ ધામ ખાતે આજે 205 રુમના શ્રીગોપાલાનંદ સ્વામી અતિથિગૃહના વિસ્તરણકાર્યનું ખાતમૂહુર્ત કરાયું હતું. આ ખાતમૂહુર્ત માટે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડતાલ ગાદીના વર્તમાન આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ (Shree Rakeshprasadji Maharaj) ખાસ આશીર્વચન આપ્યા હતા. તેમની હાજરીમાત્રથી સમગ્ર વાતાવરણમાં પાવિત્રતા વ્યાપી ગઈ હતી. આ કાર્યક્રમમાં વેદ મંત્રોનું ગાન થતા જ સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક બની ગયું હતું. ભગવદ અર્ચવતારની પૂજા સમયે ઉપસ્થિત મહાનુભાવો અને ભકતગણ ભક્તિમય બન્યા હતા.

Advertisement

Vadtal Gujarat First-2

Vadtal Gujarat First-2

Advertisement

આ પણ વાંચોઃ  Gandhinagar: 'પોષણ સંગમ કાર્યક્રમનો’ રાજ્યવ્યાપી શુભારંભ, યોગ્ય સારવાર થકી સુપોષિત બનશે ગુજરાત: ભાનુબેન બાબરીયા

એક વર્ષમાં તૈયાર થશે અતિથિગૃહ

વડતાલ ખાતે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રીગોપાલાનંદ સ્વામી અતિથિ ગૃહનું વિસ્તરણ 1 વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. આજે એકાદશીના પવિત્ર દિવસે અતિથિ ગૃહના વિસ્તરણનું ખાત મૂહુર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચેરમેન ડો. સંત સ્વામીએ જણાવ્યું હતું કે, 205 ઓરડાના વિશાળ વિસ્તરણમાં આધુનિક સુવિધાઓ ઉમેરાશે. મંદિર પરિસરમાં આવતો દરેક યાત્રી અમારા માટે વંદનીય છે. આજે વડતાલ ગાદીના વર્તમાન આચાર્ય શ્રી રાકેપ્રસાદજી મહારાજના આશીર્વાદ સાથે વેદ મંત્રના ગાન સાથે પૂજ્ય લાલજીશ્રી સૌરભપ્રસાદજી મહારાજના હસ્તે સંતો મહંતો સત્સંગીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

ઉપસ્થિત મહાનુભાવો

આજે શ્રીગોપાલાનંદ સ્વામી અતિથિ ગૃહના 205 રુમ જેટલું વિસ્તરણકાર્યનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લાલજી મહારાજ શ્રી સૌરભ પ્રસાદજી મહારાજ, ચેરમેન શ્રી ડો સંત સ્વામી, મુખ્ય કોઠારી શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી , ટ્રસ્ટી બોર્ડના સભ્યો શ્રી તેજસભાઈ પટેલ , અલ્પિતભાઈ પટેલ , હરિકૃષ્ણાનંદજી વગેરે અને સત્સંગના અગ્રણી ભક્તોના ભુપેન્દ્રભાઈ, અશ્વિનભાઈ વિરસદ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Vadtal Gujarat First-3

Vadtal Gujarat First-3

આ પણ વાંચોઃ Gandhinagar: વડાપ્રધાનના બે દિવસ ગુજરાત પ્રવાસે, પ્રથમ લોકોમોટિવ એન્જિનનું PMના હસ્તે લોકાર્પણ

Tags :
Advertisement

.

×