Kheda : ગળતેશ્વર તાલુકામાં ગ્રા.પં. ની ચૂંટણી વચ્ચે બંની એવી ઘટના, આખું ગામ ચિંતામાં મુકાયું!
- Kheda ના ગળતેશ્વરમાં નર્મદાની મુખ્ય કેનાલમાં 3 યુવક ડૂબ્યા
- બે યુવાન ટીંબાના મુવાડા ગામનાં હોવાનું આવ્યુ સામે
- ગ્રામ પંચાયતમાં ચૂંટણી માહોલ વચ્ચે દુ:ખદ સમાચાર આવતા ગ્રામજનો શોકમય
- સ્થાનિક તરવૈયાઓ અને તંત્ર દ્વારા યુવાનોની શોધ શરૂ કરાઈ
Kheda : ગળતેશ્વરમાં નર્મદાની મુખ્ય કેનાલમાં (Narmada) 3 યુવક ડૂબ્યા હોવાની મહિતી સામે આવી છે. ત્રણેય યુવક 18 થી 20 વર્ષની વયનાં અને 3 પૈકી બે યુવાન ટીંબાના મુવાડાનાં હોવાનું સામે આવ્યું છે. હાલ, સ્થાનિક તરવૈયાઓ અને તંત્ર દ્વારા યુવકોની શોધખોળ કરાઈ રહી છે. આ ઘટના બની જતાં ગ્રામ પંચાયતમાં ચૂંટણીનો (Gram Panchayat Election) માહોલ શોકમય બન્યો છે.
આ પણ વાંચો - Rain in Gujarat: આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની હવામાન વિભાગની આગાહી
ગળતેશ્વરમાં નર્મદાની મુખ્ય કેનાલમાં 3 યુવક ડૂબ્યા
ખેડા જિલ્લાનાં (Kheda) ગળતેશ્વર તાલુકામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં 3 યુવાન ડૂબ્યા હોવાની ઘટના બની છે. પ્રાથમિક માહિતી અનુસાર, વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન (Wanakbori Thermal Power Station) નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં 18 થી 20 વર્ષના ત્રણ યુવાન ડૂબ્યા છે. આ ત્રણમાંથી બે યુવાન ટીંબાનાં મુવાડા ગામનાં હોવાનું સામે આવ્યું છે. ટીંબાના મુવાડાનાં ગ્રામજનો મતદાનનો પર્વ ઊજવી રહ્યા હતા તેની વચ્ચે દુઃખદ સમાચાર આવતા ગામ શોકમય બન્યું છે. મુખ્ય કેનાલની સામે પાર બેઠેલા લોકોએ ત્રણ યુવાનોને કેનાલમાં ડૂબતા જોઈ ગ્રામજનોને જાણ કરી હતી.
ખેડાના ગળતેશ્વરમાં નર્મદાની મુખ્ય કેનાલમાં 3 યુવકો ડૂબ્યા
બે યુવાન ટીંબાના મુવાડા ગામના હોવાનું આવ્યુ સામે
ગ્રામ પંચાયતમાં ચૂંટણીનો માહોલ શોકમય બન્યો
સ્થાનિક તરવૈયાઓ અને તંત્ર દ્વારા શોધ શરૂ કરાઈ
વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન પાસે ત્રણ યુવકો ડૂબ્યા
સરપંચ પદના બન્ને ઉમેદવારો પણ… pic.twitter.com/2u48xok8Z5— Gujarat First (@GujaratFirst) June 22, 2025
આ પણ વાંચો - Gram Panchayat Election : ગ્રામ્ય લોકશાહીને મજબૂત કરવા મતદારો ઉત્સાહી, જામનગરમાં 95 વર્ષના વૃદ્ધાએ કર્યુ મતદાન
સરપંચ પદનાં ઉમેદવાર સહિત ગ્રામજનો કેનાલ પહોંચ્યા
માહિતી અનુસાર, વાયુવેગે વાત ફેલાતા સરપંચ પદનાં બન્ને હરીફ ઉમેદવાર પ્રકાશ પટેલ અને રિપલ પટેલ સહિત મોટી સંખ્યામાં લોકો કેનાલ પર પહોંચ્યા છે. જ્યારે, સ્થાનિક તરવૈયાઓ અને તંત્ર દ્વારા ત્રણેય યુવાનોની શોધખોળ કરાઈ રહી છે. જો કે, યુવાનો કોણ છે અને કેવી રીતે ડૂબ્યા ? તે અંગેની વિગતવાર માહિતી તેમનાં મળ્યા પછી જાણી શકાશે. પરંતુ, હાલ ચૂંટણી પર્વનાં માહોલ વચ્ચે દુઃખદ સમાચાર સામે આવતા ગ્રામજનો ચિંતામાં ચૂકાયા છે.
આ પણ વાંચો - Gram Panchayat Election : આજે રાજ્યની 3541 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ માટે થઈ રહ્યું છે મતદાન