ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Kheda : Gujarat First નાં ઓપરેશન 'Red Alert' નાં અહેવાલની અસર, તપાસનો ધમધમાટ શરૂ

તમામ સરકારી નિયમો નેવે મૂકીને નવરંગ સોસાયટીમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ચાલતું હતું.
06:53 PM Dec 26, 2024 IST | Vipul Sen
તમામ સરકારી નિયમો નેવે મૂકીને નવરંગ સોસાયટીમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ચાલતું હતું.
GFRed Alert_Gujarat_first
  1. Gujarat First નાં ઓપરેશન 'Red Alert' ના અહેવાલની અસર
  2. નડીઆદ નવરંગ સોસાયટીમાં ગેસ રિફીલિંગ કૌભાંડ મામલો
  3. ખેડા જિલ્લા LCB સહિતની પોલીસ ઘટના સ્થળે
  4. ખેડા જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ સાથે તપાસ શરૂ

ખેડા જિલ્લાનાં (Kheda) નડિયાદ 'ગેસકાંડ' માં સૌથી મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો છે. તેમને જાણીને આશ્ચર્ય થશે કે છેલ્લા 1 કે 2 વર્ષથી નહીં પણ 12 વર્ષથી કોઈ પણ ભય વગર આ ગોરખધંધો ચાલતો હતો. પુરવઠા વિભાગનાં નાક નીચે બેરોકટોક આ ધંધો ચાલતો હોવાની ચર્ચા છે. તમામ સરકારી નિયમો નેવે મૂકીને નવરંગ સોસાયટીમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ચાલતું હતું. ગુજરાત ફર્સ્ટનાં (Gujarat First) ઓપરેશન 'Red Alert' નાં અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. ખેડા LCB સહિતની પોલીસ ટીમ દોડતી થઈ છે.

આ પણ વાંચો - Operation Red Alert: TRP અગ્નિકાંડ જેવો કાંડ સર્જાય તે પહેલાં ગુજરાત ફર્સ્ટનું મોટું ઓપરેશન!

Gujarat First નાં ઓપરેશન 'Red Alert' ના અહેવાલની અસર

ગુજરાત ફર્સ્ટનાં (Gujarat First) અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. ગુજરાત ફર્સ્ટ દ્વારા ઓપરેરશન 'Red Alert' હાથ ધરાયું હતું, જે હેઠળ ખેડા જિલ્લાનાં નડિયાદમાં (Nadiad) આવેલી નવરંગ સોસાયટીમાં એટલે કે રેસિડેન્શિયલ વિસ્તારમાં છેલ્લા 12 વર્ષથી ગેસ રિફિલિંગનો કાળો કારોબાર ચાલતો હતો તેનો પર્દાફાશ થયો હતો. રહેણાંક વિસ્તારમાં ખુલ્લેઆમ ગેસનાં સિલિન્ડરમાં છૂટક ગેસ ભરી આપવામાં આવતો હતો. આ માટે રીતસરની મશીનરી પણ ગોઠવી દેવામાં આવી હતી. અંદાજે 500 ની વસ્તી ધરાવતી આ સોસાયટીમાં સૌથી મોટો મોતનો ખેલ ખેલાઈ રહ્યો હતો. રૂપિયાની લાલચે સોસાયટીનાં રહીશોનાં જીવ જોખમમાં મૂકી ગેસ રિફિલિંગનો આ ગોરખધંધો 12 વર્ષથી ચાલતો હતો, જેનો પર્દાફાશ ગુજરાત ફર્સ્ટની ટીમે પોલીસ સાથે મળી કર્યો છે. ગુજરત ફર્સ્ટે એક જવાબદાર મીડિયા તરીકે કર્તવ્ય નીભાવ્યો અને પોલીસે પણ તેમાં સાથ આપ્યો હતો.

આ પણ વાંચો - Kheda : નડિયાદ નજીક કારચાલકે એક સાથે 5 ટુ-વ્હીલરને અડફેટે લીધા, યુવતી સહિત 4 ગંભીર!

અત્યાર સુધી 70 થી વધુ બોટલ જપ્ત કરાઈ

ગુજરાત ફર્સ્ટનાં આ ચોંકાવનારા ખુલાસા બાદ ખેડા જિલ્લા LCB સહિતની પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. ખેડા જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ સાથે તપાસ શરૂ કરાઈ છે. માહિતી અનુસાર, પુરવઠા વિભાગે જથ્થો સીઝ કર્યો છે અને પોલીસે ગુનો નોંધ્યો છે. આ કાર્યવાહીથી અજાણ સ્થાનિક ગ્રાહકો પણ ગેસ રિફીલિંગ માટે પહોંચ્યા હતા. ત્યારે, ગ્રાહકોનાં બોટલ અને વાહન પોલીસે (Kheda LCB Police) જપ્ત કર્યા હતા. માહિતી અનુસાર, અત્યાર સુધી 70 થી વધુ બોટલ જપ્ત કરવામાં આવી છે. જણાવી દઈએ કે, નવરંગ સોસાયટીનાં B-25 મકાનમાં આ કૌભાંડ ચાલતું હતું. ગિરીશ પટેલ નામનો યુવક આ કૌભાંડ ચલાવતો હતો. ગેસનાં બોટલા ક્યાંથી લાવ્યા અને કોના નામે હતા ? તે અંગે પણ તપાસ હાથ ધરાઈ છે.

આ પણ વાંચો - Sabarkantha : સાબરડેરીમાં બોઇલર સફાઇ કરતા યુવકનું ગૂંગળામણથી મોત, 3 ગંભીર!

Tags :
Breaking News In GujaratiCrime NewsGujarat FirstGUJARAT FIRST NEWSGujarat First's Operation 'Red Alert'Gujarati breaking newsGujarati NewsKhedaKheda LCB PoliceLatest News In GujaratiLPG Gas Refilling ScamLPG Gas ScandalNadiadNavrang Society​​Navrang Society NadiadNews In Gujarati
Next Article