Kheda : ભૂતપૂર્વ MLA-મંત્રીની કારને નડ્યો અકસ્માત, કારનાં ફુરચેફુરચા ઊડ્યા!
- કપડવંજનાં પૂર્વ MLA અને પૂર્વ મંત્રી બિમલ શાહની કારને નડ્યો અકસ્માત (Kheda)
- તોરણાથી છીપડી તરફ જતાં ચકલિયા કુવા પાસે ડમ્પરે કારને ટક્કર મારી હતી
- સદનસીબે કારમાં સવાર પૂર્વ મંત્રી બિમલ શાહનો આબાદ બચાવ થયો
- પરંતુ, આ ગોઝારા અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો
ખેડા જિલ્લાનાં (Kheda) કપડવંજનાં પૂર્વ ધારાસભ્ય અને ભૂતપૂર્વ મંત્રી બિમલ શાહની (Bimal Shah) કારને ગોઝારો અકસ્માત નડ્યો હોવાનાં સમાચાર સામે આવ્યા છે. બેફામ દોડતા ડમ્પરે પૂર્વ મંત્રીની કારને જોરદાર ટક્કર મારી હતી. સદનસીબે આ અકસ્માતમાં પૂર્વ મંત્રી બિમલ શાહનો આબાદ બચાવ થયો છે. પરંતુ, તેમની કારનો કચ્ચરઘાણ વળી ગયો છે. બિમલ શાહ હાલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં (Gujarat Pradesh Congress) ઉપપ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે.
આ પણ વાંચો - Gondal અને જામકંડોરણામાં દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો
તોરણાથી છીપડી તરફ ચકલિયા કુવા પાસે ડમ્પરે કારને ટક્કર મારી
પ્રાપ્ત માહિતી અનુસાર, ખેડા જિલ્લાનાં (Kheda) કપડવંજનાં પૂર્વ ધારાસભ્ય અને ભૂતપૂર્વ મંત્રી બિમલ શાહ પોતાની કારમાં બેસીને કામ અર્થે જઈ રહ્યા હતા. દરમિયાન, કપડવંજનાં (Kapadvanj) તોરણાથી છીપડી તરફ જતાં ચકલીયા કુવા પાસે તેમની કારને ગોઝારો અકસ્માત નડ્યો હતો. બેફામ આવતા એક ડમ્પરચાલકે ભૂતપૂર્વ મંત્રી બિમલ શાહની કારને અડફેટે લીધી હતી. જો કે, સદનસીબે આ અકસ્માતમાં ભૂતપૂર્વ મંત્રીનો આબાદ બચાવ થયો હતો. પરંતુ, તેમની કારનાં ફુરચેફુરચા ઊડ્યા હતા.
આ પણ વાંચો - Kutch : માતા-પુત્રના સંબંધ પર કલંક! 55 વર્ષીય પુત્રે જ 80 વર્ષીય માતા પર દુષ્કર્મ આચર્યું
સદનસીબે અકસ્માતમાં પૂર્વ મંત્રીનો આબાદ બચાવ થયો
અકસ્માતની જાણ થતાં કાર્યકરો અને હોદ્દેદારો ભૂતપૂર્વ મંત્રી બિમલ શાહની (Bimal Shah) ખબર અંતર પૂછવા આવ્યા હતા. જણાવી દઈએ કે, બિમલ શાહ હાલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં ઉપપ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. એવી પણ માહિતી સામે આવી છે કે, કપડવંજથી અમદાવાદ જતાં ડમ્પરો પીઠાઈ ટોલ પ્લાઝા ખાતે ટેક્સ બચાવવા તોરણાથી છીપડી માર્ગ પર બેફામ દોડે છે. તોરણાથી છીપડી માર્ગ બિસ્માર હોવાથી ઘણીવાર વાહનચાલકો વાહન પરનો કાબુ ગુમાવતા અકસ્માત પણ સર્જાય છે.
આ પણ વાંચો - GSCARDB : ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક લિ. દ્વારા ઇન્ડક્શન તાલીમ-આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષની ઉજવણી