Kheda : કઠલાલ અને કપડવંજ તા. પં.નાં પ્રમુખના નામની જાહેરાત, જાણો કોને મળી જવાબદારી ?
- Kheda જિલ્લાનાં કઠલાલ અને કપડવંજ તાલુકા પંચાયતનાં પ્રમુખના નામ જાહેર
- કપડવંજ તાલુકા પંચાયતનાં પ્રમુખ તરીકે જયંતીભાઈ પરમારના નામની જાહેરાત
- કઠલાલ તાલુકા પંચાયતનાં પ્રમુખ તરીકે અમરસિંહ રાઠોડના નામની જાહેરાત કરાઈ
- પ્રદેશ ભાજપ દ્વારા બંને તાલુકા પંચાયતનાં પ્રમુખના મેન્ડેટ આપવામાં આવ્યા
ખેડા જિલ્લાના (Kheda) કઠલાલ અને કપડવંજ તાલુકા પંચાયતનાં પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી છે. કપડવંજ (Kapadvanj) તાલુકા પંચાયત પ્રમુખ તરીકે જયંતીભાઈ પરમાર જ્યારે કઠલાલ (Kathlal) તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે અમરસિંહ રાઠોડના નામની જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ (BJP) દ્વારા બંને તાલુકા પંચાયતનાં પ્રમુખના મેન્ડેટ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો - છોટાઉદેપુર બાળકી હત્યા કેસ: તાંત્રિક વિધિ નહીં, આંતરિક તકરારે લીધો નિર્દોષનો જીવ
કઠલાલ અને કપડવંજ તાલુકા પંચાયતના પ્રમુખના નામ જાહેર
ખેડા જિલ્લાના (Kheda) કઠલાલ અને કપડવંજ તાલુકા પંચાયતને હવે નવા પ્રમુખ મળ્યા છે. પ્રદેશ ભાજપ દ્વારા બંને તાલુકા પંચાયતનાં પ્રમુખનાં મેન્ડેટ આપવામાં આવ્યા છે. જે મુજબ, કપડવંજ (Kapadvanj) તાલુકા પંચાયતનાં પ્રમુખ તરીકે જયંતીભાઈ પરમારની (Jayantibhai Parmar) વરણી કરવામાં આવી છે. જ્યારે કઠલાલ તાલુકા પંચાયતનાં પ્રમુખ તરીકેની જવાબદારી અમરસિંહ રાઠોડને (Amarsinh Rathod) સોંપવામાં આવી છે.
આ પણ વાંચો - Surat : પરિણિતા પર વિધિના નામે દુષ્કર્મ આચરનારા ભૂવાની ધરપકડ
ઉપપ્રમુખ અને કારોબારી ચેરેમનની પણ જાહેરાત કરાઈ
પ્રાપ્ત માહિતી અનુસાર, કઠલાલ (Kathlal) તાલુકા પંચાયતમાં ઉપપ્રમુખ તરીકે કોકિલાબેન પરમારનાં નામની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે, કારોબારી ચેરેમન તરીકે દશરથ ડાભીના નામ પર મહોર લાગી છે. કપડવંજ તાલુકા પંચાયતની વાત કરીએ તો ઉપપ્રમુખ તરીકે નીરૂબેન સોલંકીનાં નામની જાહેરાત કરાઈ છે. જ્યારે, કપડવંજ તાલુકામાં કારોબારી ચેરમેન તરીકે નૈતિક પટેલની નિમણૂક કરાઈ છે.
આ પણ વાંચો - 'Swachhta Hi Seva Abhiyan'- દરેક નાગરિક સ્વમાનભેર સ્વચ્છાગ્રહી બન્યો