Kheda: લીકેજની સમસ્યા
મહિસા ગામના ગ્રામજનોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે હેતુથી કરોડોના ખર્ચે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. જોકે, જ્યારે આ ટાંકીને પહેલીવાર પાણીથી ભરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે જ તેમાં અનેક જગ્યાએથી લીકેજ (Leakage) જોવા મળ્યું હતું. કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલા હલકી ગુણવત્તાના કામને કારણે ટાંકીમાં પાણી ટકતું જ નથી. જેના કારણે ઉનાળાની શરૂઆત પહેલા જ ગ્રામજનોને પાણી માટે વલખાં મારવા પડી રહ્યા છે. હાલ સ્થિતિ એવી છે કે કરોડોનો ખર્ચ કરવા છતાં ગ્રામજનોને માત્ર ત્રણ દિવસે એક વાર પાણી મળી રહ્યું છે.
Kheda: બ્લેક લિસ્ટ એજન્સી સામે સવાલ
ગ્રામજનોનો આરોપ છે કે આ કામગીરી એવી એજન્સી (Agency) પાસે કરાવવામાં આવી છે જે અગાઉ વિવાદોમાં રહી ચૂકી છે. સ્થાનિકોના દાવા મુજબ, મહીસાગર (Mahisagar) વાસ્મો કૌભાંડમાં જે 'એ.ડી. પટેલ' (A.D. Patel) એજન્સીને બ્લેક લિસ્ટ (Blacklisted) કરવામાં આવી હતી, તે જ એજન્સી દ્વારા અહીં કામ કરવામાં આવ્યું હોવાની ચર્ચા છે. જો આ વાત સાચી હોય તો તંત્રની મિલીભગત સામે મોટા સવાલો ઊભા થાય છે. શા માટે પ્રતિબંધિત એજન્સીને ફરીથી કામ સોંપવામાં આવ્યું?
ગ્રામપંચાયતે શું કર્યો ઠરાવ?
આ મામલે મહિસા ગ્રામપંચાયત (Mahisa Gram Panchayat) હવે લડી લેવાના મૂડમાં છે. ગ્રામસભામાં (Gram Sabha) ખાસ ઠરાવ (Resolution) પસાર કરવામાં આવ્યો છે કે આ જર્જરિત ટાંકીનો સ્વીકાર કરવામાં આવશે નહીં. ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે વાસ્મો વિભાગ આ નબળી ટાંકીને તોડી પાડે અને તેના સ્થાને નવી મજબૂત ટાંકી બનાવી આપે. અગાઉ 6 જાન્યુઆરીના રોજ પણ 'ગુજરાત ફર્સ્ટ' (Gujarat First) ન્યૂઝ ચેનલના માધ્યમથી આ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો, પરંતુ તંત્રની ઘોર નિદ્રા હજુ ઉડી નથી.
આ પણ વાંચોઃ Kheda: '3 દિવસે એક વખત મળે છે પાણી', પાણીની સમસ્યા અંગે મહિસાના ગ્રામજનોએ શું કહ્યું?
ત્રણ દિવસે એકવાર પાણી!
![mahisa_water_gujaratfirst]()
6 જાન્યુઆરી મહિસા ગામ (Mahisa village) ના લોકોએ કહ્યું હતુ કે અમે છેલ્લા ત્રણ વર્ષથી પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે. ગામમાં દર ત્રણ દિવસે માંડ એક વખત પાણી આપવામાં આવે છે. એમાંય મોટર બળી જાય તો 10 દિવસ સુધી પાણી આવતું નથી. નવી ટાંકી નકામી સાબિત થતા ગ્રામજનો જૂના સંપ અને જૂના બોરનું અશુદ્ધ પાણી પીવા મજબૂર બન્યા છે. શિયાળાની ઋતુમાં પણ જો આ હાલત હોય, તો ઉનાળામાં પરિસ્થિતિ કેટલી ભયાનક હશે!
મહિલાઓ કૂવાનું પાણી લાવવા મજબૂર!
![mahudha_mahisa_water_gujaratfirst]()
તે જ સમયે એક સ્થાનિકે કહ્યું હતુ કે અમે પાણીની વાટ જોઈને બેસી રહીએ છીએ. પાણી આજે આવે કાલે આવે. પાણી આવતાં 4-5 દિવસ લાગી જાય છે. પાણીની ટાંકી ખરાબ હાલતમાં છે. ઘરની મહિલાઓને ડોલ લઈને કૂવાનું પાણી દૂરથી ભરી લાવવું પડે છે. જેથી મહિસાના ગ્રમાજનો પાણીની સમસ્યાનું જલ્દીમાં જલ્દી નિરાકરણ આવે તેવી માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ kheda: મીનાવાડામાં બે DJ વચ્ચેની હરીફાઈમાં મર્યાદા વટાવી! ગાળાગાળી કરતાં 19 સામે ફરિયાદ