Kheda : કપડવંજ-નડિયાદ રોડ પર Thar-ST બસ વચ્ચે ગોઝારો અકસ્માત, એકનું મોત
- કપડવંજ-નડિયાદ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો (Kheda)
- કેનાલ પાસે થાર અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત સર્જાયો
- થારમાં સવાર 4 લોકોમાંથી એકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું
- બસમાં સવાર ડ્રાઈવર, કંડક્ટર અને 20 મુસાફરોને સામાન્ય ઈજા
Kheda : કપડવંજ-નડિયાદ રોડ (Kapadvanj-Nadiad Road) પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. કેનાલ પાસે થાર અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત સર્જાતા થારમાં સવાર 4 પૈકી એક શખ્સનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે, બસમાં સવાર ડ્રાઈવર, કંડક્ટર અને 20 મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. તમામને સારવાર અર્થે સામુહિક આરોગ્ય કેન્દ્ર પર ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં થાર કારનો ભુક્કો બોલાયો છે. ઘટનાની જાણ થતાં કપડવંજ પોલીસ (Kapadvanj Police) સ્થળે પહોંચી તપાસ હાથધરી છે.
આ પણ વાંચો - Kutch: ગાંધીધામ નેશનલ હાઈવે કરાયો બંધ, ટીમ્બર માર્ટમાં ભીષણ આગ લાગતા ભયનો માહોલ
Thar ચાલકે પૂરઝડપે કાર હંકારતા ST બસ સાથે ધડાકાભેર અથડાઈ
પ્રાપ્ત માહિતી અનુસાર, ખેડા જિલ્લાનાં (Kheda) કપડવંજ-નડિયાદ રોડ પર ગોઝારો અકસ્માત સર્જાયો છે. ફ્ત્યાબાદ ગામ પાસેથી પસાર થતી કેનાલ નજીક થાર કાર અને ST બસ વચ્ચે જબરદસ્ત ટક્કર થઈ હતી. ચાલકે પૂરઝડપે કાર હંકારતા ST બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં ST બસનાં ડ્રાઇવર, કંડક્ટર અને મુસાફરો સહિત 20 જેટલાં લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. જ્યારે, થાર કારમાં સવાર 4 લોકો પૈકી એક શખ્સનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં કપડવંજ પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Surendranagar: રાજ્યમાં અકસ્માતનાં ત્રણ બનાવમાં 5 લોકોએ જીવ ગુમાવ્યો, બાઈક અને કાર અકસ્માતમાં દાદા-પૌત્રીનું મોત
તમામ ઇજાગ્રસ્તોને સામુહિક આરોગ્ય કેન્દ્ર પર ખસેડાયા
માહિતી અનુસાર, થાર કારમાં સવાર અન્ય લોકોને પણ ઇજાઓ થતા તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સામુહિક આરોગ્ય કેન્દ્ર પર ખસેડાયા છે. જ્યારેં, પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતમાં થાર કારનાં ફુરચે ફુરચા ઊડ્યા છે. અકસ્માતને પગલે ઘટના સ્થળે સ્થાનિક લોકોનું ટોળું ભેગું થયું હતું અને ઇજાગ્રસ્તોની મદદે આવ્યું હતું.
આ પણ વાંચો - Jantri Rate in Gujarat : 1 લી એપ્રિલથી નવી જંત્રીનો અમલ થશે ? આવ્યા મહત્ત્વનાં સમાચાર