Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kheda : પૂર્વ MLA કેસરીસિંહ સોલંકીના પક્ષનાં જ અગ્રણી ચંદ્રેશ પટેલ પર ગંભીર આરોપ, જાણો સમગ્ર મામલો?

બીજી તરફ ચંદ્રેશ પટેલે આ અંગે જવાબ આપતા કહ્યું કે, કેસરીસિંહ ભાડું નહોતા ભરતા એટલે કરાર કર્યા.
kheda   પૂર્વ mla કેસરીસિંહ સોલંકીના પક્ષનાં જ અગ્રણી ચંદ્રેશ પટેલ પર ગંભીર આરોપ  જાણો સમગ્ર મામલો
Advertisement
  1. Kheda નાં માતર ભાજપ કાર્યાલયને લઈને મોટો ડખો!
  2. BJP કાર્યાલયનાં કબજાને લઈને બે નેતા આવ્યા સામસામે
  3. પૂર્વ MLA કેસરીસિંહનાં ભાજપ નેતા ચંદ્રેશ પટેલ પર જ ગંભીર આરોપ
  4. ચંદ્રેશ પટેલે ખોટા કરાર કરીને કાર્યાલય પડાવ્યું : કેસરીસિંહ
  5. સામેની પાર્ટીએ કહ્યું કેસરીસિંહ ભાડું નથી આપતા : ચંદ્રેશભાઇ પટેલે

ખેડા જિલ્લાનાં (Kheda) માતર તાલુકાનાં પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી (Kesarisinh Solanki) ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. ગઈકાલે તેમણે અમુલ ડેરીનાં ડિરેક્ટર અને બાલાસિનોરનાં (Balasinor) પૂર્વ ધારાસભ્ય રાજેશ (પપ્પુ) પાઠક (Pappu Pathak) પર ભ્રષ્ટાચારનાં ગંભીર આરોપ લગાવ્યા હતા. ત્યારે આજે પાર્ટીનાં જ અગ્રણી એવા ચંદ્રેશભાઇ પટેલ પર ગંભીર આક્ષેપો કર્યા છે. આક્ષેપોમાં તેમને કહ્યું છે કે, ચંદ્રેશ પટેલે (Chandresh Patel) ખોટા કરાર કરીને પાર્ટીનું કાર્યાલય પડાવ્યું છે. અમારા કરાર છતાં ચંદ્રેશ પટેલે ખોટા કરાર કરી લીધા. બીજી તરફ ચંદ્રેશ પટેલે આ અંગે જવાબ આપતા કહ્યું કે, કેસરીસિંહ ભાડું નહોતા ભરતા એટલે કરાર કર્યા.

પૂર્વ MLA કેસરીસિંહનાં ભાજપ નેતા ચંદ્રેશ પટેલ પર જ ગંભીર આરોપ

ખેડા જિલ્લામાં (Kheda) BJP કાર્યાલયનાં કબજાને લઈને પાર્ટીનાં જ બે નેતા સામસામે આવ્યા છે. માતર તાલુકાનાં પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી (Kesarisinh Solanki) એ ભાજપનાં જ અગ્રણી અને માતર વિધાનસભાનાં પૂર્વ સંયોજક ચંદ્રેશ પટેલ પર ગંભીર આક્ષેપ કર્યા છે. કેસરીસિંહ સોલંકીએ આરોપો સાથે કહ્યું કે, વર્ષ 2016 માં હાલનું BJP કાર્યાલય અને તેની જમીન ભાડા કરારે લીઘી હતી. જમીનની વચ્ચે આવેલા મકાનમાં વર્ષ 2016 થી ભાજપનું કાર્યાલય શરૂ કરવામાં આવ્યુ હતું. આ ભાજપ કાર્યાલયમાં અનેક ભાજપની બેઠકો કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, આ મકાન ભાડા કરાર સાથે પોતાનાં ભાઈ મહેશસિંહ સોલંકીનાં નામે લીધું હતું. પરંતુ, અત્યારે જોતા આ મકાન અને આ જમીનનો ભાડા કરાર ભાજપનાં અગ્રણી અને માતર વિધાનસભાનાં પૂર્વ સંયોજક ચંદ્રેશભાઇ પટેલના નામે થઈ ગયા છે.

Advertisement

આ પણ વાંચો - Kheda : અમુલ ડેરીનાં ડિરેક્ટર રાજેશ પાઠક પર ભ્રષ્ટાચારનાં આરોપોથી ખળભળાટ!

Advertisement

સામેની પાર્ટીએ કહ્યું કેસરીસિંહ ભાડું નથી આપતા : ચંદ્રેશભાઇ પટેલે

બીજી તરફ આ મામલે ચંદ્રેશભાઇ પટેલે (Chandresh Patel) જણાવ્યું કે, આ મકાન અને આ જગ્યાનું ભાડું મકાન માલિકને સમયસર મળતું ન હતું તે માટે મકાન માલિકે મારો સંપર્ક કર્યો અને જુના ભાડા કરાર કરનાર કાંતિભાઈ પટેલનું અવસાન થયા બાદ વારસાઈમાં તેમના વાલી વારસનું નામ આવતા ચંદ્રેશભાઇ પટેલ દ્વારા નવો એક ભાડા કરાર કરવામાં આવ્યો. ચંદ્રેશભાઇ પટેલે એવું પણ જણાવ્યું કે, આ મકાન એમના પોતાના વપરાશ માટે નહીં પરંતુ, પાર્ટીનાં કાર્યકર્તાઓ ત્યાં બેસે અને બેઠકો કરે તે માટે નવા ભાડા કરારથી લેવામાં આવ્યું છે પરંતુ, જો કેસરીસિંહ સોંલકીને આ બાબતથી દુઃખ હોય તો નવો ભાડા કરાર રદ પણ કરવા તૈયાર છું.

આ પણ વાંચો - Junagadh : લંપટ પ્રોફેસરની શર્મનાક કરતૂત! વિદ્યાર્થિનીને કર્યા બીભત્સ મેસેજ, ચેટ વાઇરલ

કેસરીસિંહ સોલંકી પોતે કરશે પોલીસ ફરિયાદ!

કેસરીસિંહ સોલંકીના કહ્યા પ્રમાણે, આ તમામ બાબતને લઈ તેઓ પોતે પોલીસ ફરિયાદ પણ નોંધાવશે. પરંતુ, પ્રશ્ન એ છે કે કેસરીસિંહ સોલંકી ભાજપનાં અગ્રણી અને માતર વિધાનસભાનાં પૂર્વ સંયોજક ચંદ્રેશભાઇ પટેલ સામે ફરિયાદ નોંધાવશે કે પછી હાલનાં જમીન અને મકાન માલિક સામે ફરિયાદ કરશે. જો કે, આ વચ્ચે ખેડામાં (Kheda) રાજકીય વર્તુળોમાં ચર્ચાઓનો માહોલ જામ્યો છે.

આ પણ વાંચો - Tapi : મોરારી બાપુએ વ્યક્ત કરી ચિંતા, જાણો ગૃહ રાજ્યમંત્રી અને શિક્ષણમંત્રીએ શું કહ્યું ?

Tags :
Advertisement

.

×