Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kheda : 'જય રણછોડ, માખણ ચોર'ના નાદ સાથે મહેમદાવાદથી ડાકોરનો માર્ગ પદયાત્રીઓથી છલકાયો

મહેમદાવાદથી ડાકોર તરફનો માર્ગ પદયાત્રીઓથી છલકાયો છે. સાથે જ માર્ગ પર 'જય રણછોડ, માખણ ચોર'ના નાદ ગૂંજી રહ્યા છે.
kheda    જય રણછોડ  માખણ ચોર ના નાદ સાથે મહેમદાવાદથી ડાકોરનો માર્ગ પદયાત્રીઓથી છલકાયો
Advertisement
  1. રણછોડરાયજીના દર્શન માટે પદયાત્રીઓનું ડાકોર પ્રયાણ (Kheda)
  2. મહેમદાવાદથી ડાકોર તરફનો માર્ગ પદયાત્રીઓથી છલકાયો
  3. માર્ગ પર 'જય રણછોડ, માખણ ચોર' ના નાદ ગુજયા
  4. યાત્રીઓની સેવા માટે ઊભા કરવામાં આવ્યા સેવાકેમ્પ

ખેડા જિલ્લામાં (Kheda) આવેલા યાત્રાધામ ડાકોરમાં (Dakor) રણછોડરાયજીનાં દર્શન માટે પદયાત્રીઓનું પ્રયાણ થયું છે. મહેમદાવાદથી ડાકોર તરફનો માર્ગ પદયાત્રીઓથી છલકાયો છે. સાથે જ માર્ગ પર 'જય રણછોડ, માખણ ચોર'ના નાદ ગૂંજી રહ્યા છે. પદયાત્રીઓની સેવા માટે સેવાદારો દ્વારા વિવિધ સેવા કેમ્પ પણ ઊભા કરવામાં આવ્યા છે.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad : ખારીકટ કેનાલ રિ-ડેવલપમેન્ટ ફેઝ-2 ની કામગીરી માટે 1003 કરોડની દરખાસ્તને મંજૂરી

Advertisement

Advertisement

મહેમદાવાદથી ડાકોર તરફનો માર્ગ પદયાત્રીઓથી છલકાયો

હોળીનાં (Holi 2025) તહેવારને હવે ગણતરીનાં દિવસો બાકી છે. ત્યારે ખેડા જિલ્લામાં (Kheda) આવેલા યાત્રાધામ ડાકોરમાં ભગવાન રણછોડરાયજીના દર્શન માટે આ વર્ષે પણ મોટી સંખ્યામાં પદયાત્રીઓ પ્રયાણ કરી રહ્યા છે. જણાવી ધઈએ કે, મહેમદાવાદથી (Mehmadabad) ડાકોર તરફનો માર્ગ પદયાત્રીઓથી છલકાઈ ગયો છે. સાથે જ માર્ગ પર 'જય રણછોડ, માખણ ચોર' નો નાદ ગૂંજી રહ્યો છે. પદયાત્રીઓની સેવા માટે સેવા કેમ્પ ઊભા કરવામાં આવ્યા છે. ચીરીપાલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સેવા કેમ્પ ઊભો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો - Rajkot : ગોંડલમાં રાજકુમાર જાટના શંકાસ્પદ મોતના મામલે વધુ એક ચોંકાવનારો ખુલાસો!

યાત્રીઓની સેવા માટે વિવિધ સેવાકેમ્પ ઊભા કરવામાં આવ્યા

જણાવી દઈએ કે, ચીરીપાલ ચેરિટેબલ ટ્રસ્ટ (Chiripal Charitable Trust) દ્વારા સતત 32 માં વર્ષે પણ વિશાળ સેવા કેમ્પ ઊભો કરવામાં આવ્યો છે. આ કેમ્પમાં મેડિકલ સુવિધા સાથે ફ્રૂટ, ચા-નાસ્તો અને જમવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સાથે પદયાત્રીઓ માટે રહેવા, સુવા અને નાહવાની પણ સુવિધા ઊભી કરાઈ છે. યાત્રા દરમિયાન ગરબા, ભજનની રમઝટમાં ભક્તો કૃષ્ણ ઘેલા બન્યા છે. નાચતા-ગાતા ભક્તોએ ભક્તિમય માહોલ ઊભો કર્યો છે.

આ પણ વાંચો - Ahmedabad : જાણીતા ખમણ હાઉસમાં ગ્રાહકને થયો કડવો અનુભવ! Video વારઇલ

Tags :
Advertisement

.

×