Kheda : "નળ તો છે પણ જળ ક્યાં છે સાહેબ?" પાણી વગર ટળવળી રહ્યા છે ધેધીપુરા વિસ્તારના લોકો
- Kheda : "નળ તો છે પણ જળ ક્યાં છે?" – મહુધા ધેધીપુરામાં 10 વર્ષથી પાણીની કટોકટી
- મહુધા તાલુકામાં પાણીની તીવ્ર સમસ્યા: નળ કનેક્શનમાં ટીપું પણ નહીં, લોકો ત્રસ્ત
- ધેધીપુરા વિસ્તારમાં નહેર પર નિર્ભરતા: તળાવ દૂષિત, નળમાં પાણી નહીં
- ખેડા જિલ્લામાં પીવાના પાણીની કટોકટી: સરકાર પાસે તાત્કાલિક રાહતની માંગ
- "હર ઘર જળ"ના નારા વચ્ચે ખેડા-મહુધામાં નળમાંથી પાણી નહીં આવતું
Kheda : ગુજરાતમાં "હર ઘર જળ"ના અભિયાન હેઠળ નળ કનેક્શન આપવામાં આવ્યા તેના વર્ષો થઈ ગયા પરંતુ ખેડા જિલ્લાના મહુધા તાલુકાના મહિસા ગામના ધેધીપુરા વિસ્તારના લોકો આજે પણ પીવાના પાણી માટે ત્રસ્ત છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે "નળ તો છે પણ જળ ક્યાં છે સાહેબ?" – નળમાંથી એક ટીપું પણ પાણી આવતું નથી. મહિસા ગામના લોકો પાણી વગર ટળવળી રહ્યા છે, પરંતુ તંત્ર પોતાની મસ્તીમાં છે. ઘરની દીકરીઓ અને માતાઓને પાણી ભરવા માટે બેડાઓ લઈને ખુબ જ દૂર જવા માટે મજબૂર છે. સામાન્ય જનતાની સમસ્યાઓને સાંભળવામાં સરકારી અધિકારીઓને કોઈ રસ નહોય તેવું દેખાઈ રહ્યુ છે. ગ્રાઉન્ડ લેવલે પ્રજા હેરાન-પરેશાન થઈ રહી છે તો સરકારી અધિકારીઓ પોતાની મૌજમાં છે.
Kheda : પાણી વગર લોકોનું જીવન બન્યું દોહીલુ
મહિસા ગામના ધેધીપુરા ગામના લોકો માટે પાણીની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે. ન્હાવાથી લઈને પીવાના પાણી સુધીની વિકરાળ સમસ્યાના કારણે તેઓ પ્રતિદિવસ પોતાના અન્ય કામ-ધંધાઓમાં પણ ખલેલ પડી રહી છે. તેથી ગામના લોકો પોતાના અન્ય કામધંધાઓ પણ યોગ્ય રીતે કરી શકી રહ્યા નથી. રોજિંદી કામોમાં પણ તેમને અપાર મુશ્કેલી પડી રહી છે. પરંતુ બીજી તરફ જાણે તંત્રને કોઈ ફરક જ પડી રહ્યો નથી.
નળ તો છે પરંતુ જળ કયા છે
ધેધીપુરા વિસ્તાર સરહદી વિસ્તારમાં આવેલો છે અને અહીંના લોકો છેલ્લા 10 વર્ષથી નહેરના પાણી પર સંપૂર્ણ નિર્ભર છે. ગામનું તળાવ દૂષિત થઈ ગયું છે, જેના કારણે તેનું પાણી પીવા યોગ્ય રહ્યું નથી. સરકારી યોજના હેઠળ ઘર-ઘર નળ કનેક્શનની લાઈનો નાખવામાં આવી છે પરંતુ આ લાઈનોમાંથી એક ટીપું પણ પાણી આવતું નથી. ગ્રામજનોને રોજિંદા જીવન માટે પીવાનું, રસોઈનું અને અન્ય કામકાજ માટે પાણી મેળવવું મુશ્કેલ બની ગયું છે.
Kheda | નળ તો છે પણ જળ ક્યાં છે સાહેબ? | Gujarat First
Kheda ના Mahudha ના સરહદી વિસ્તારમાં પાણીની સમસ્યાથી લોકો ત્રસ્ત
Mahudha ના Mahisa ના Dhedhipura વિસ્તારના લોકો નહેરના પાણી પર નિર્ભર
તળાવનું પાણી દૂષિત થતા 10 વર્ષથી નહેરના પાણી પીવા મજબુર
નળ કનેક્શનની લાઈનો નાખી તેમાં… pic.twitter.com/3t0VEdvogQ— Gujarat First (@GujaratFirst) January 9, 2026
પાણી વગર ટળવળી રહી છે જનતા
સ્થાનિક લોકોએ સરકાર પાસે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. તેઓ કહે છે કે, નળ કનેક્શનની લાઈનોમાં તાત્કાલિક પાણી પૂરું પાડવું જોઈએ. ગામના લોકો પાછલા ઘણા સમયથી કહી રહ્યાં છે કે, જો નળ કનેક્શન ચાલુ ન થઈ શકે તો અલ્ટરનેટિવ વ્યવસ્થા (ટેન્કર અથવા અન્ય સ્ત્રોત) દ્વારા પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવું જોઈએ. આ સમસ્યા ગામના મહિલાઓ અને બાળકો માટે વધુ ગંભીર છે, કારણ કે તેઓએ જ દૂર-દૂરથી પાણી ભરવા જવું પડે છે.
એક ગ્રામજને જણાવ્યું હતું કે, "આપણને નળ તો આપ્યા, પણ પાણી ક્યાં છે? 10 વર્ષથી નહેરનું પાણી પીએ છીએ. તળાવમાંથી પાણી નીકળે તો પણ તે ગંદું છે. સરકારે હવે આપણી સુનવણી કરવી જોઈએ."
આ ઘટના ગુજરાતમાં પીવાના પાણીની યોજનાઓના અમલીકરણમાં ક્યાંક ક્યાંક ખામીઓ છે તે દર્શાવે છે. સ્થાનિક પંચાયત અને જિલ્લા વહીવટી તંત્ર પાસે લોકો તાત્કાલિક રાહતની અપેક્ષા રાખી રહ્યા છે.
આ પણ વાંચો- Gondal નગરપાલિકાના ફાયર ઓફિસર 50 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો


