ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Kinjal Dave Engagement: ગુજરાતી સિંગર કિંજલ દવેએ છાનામાના કરી લીધી સગાઈ, જાણો કોણ છે ધ્રુવીન શાહ?

Kinjal Dave Engagement: ગુજરાતની સિંગર કિંજલ દવે (Kinjal Dave) ફરીથી સગાઈ કરી લીધી છે તેને સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરને ફેન્સને સરપ્રાઈઝ આપી છે. કિંજલ દવેએ 6 ડિસેમ્બરે એકદમ ખાનગી સગાઈ સેરેમનીમાં કિંજલે અભિનેતા તેમજ સફળ બિઝનેસમેન ધ્રુવિન શાહ (DhruvinShah) સાથે સગાઈ કરી હતી.
08:52 AM Dec 07, 2025 IST | Sarita Dabhi
Kinjal Dave Engagement: ગુજરાતની સિંગર કિંજલ દવે (Kinjal Dave) ફરીથી સગાઈ કરી લીધી છે તેને સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરને ફેન્સને સરપ્રાઈઝ આપી છે. કિંજલ દવેએ 6 ડિસેમ્બરે એકદમ ખાનગી સગાઈ સેરેમનીમાં કિંજલે અભિનેતા તેમજ સફળ બિઝનેસમેન ધ્રુવિન શાહ (DhruvinShah) સાથે સગાઈ કરી હતી.
Kinjal Dave Engagement-Gujarat first

Kinjal Dave Engagement: ‘ચાર ચાર બંગડીવાળી’ ગીતથી ફેમસ થયેલ ગુજરાતની સિંગર કિંજલ દવે (Kinjal Dave) ફરીથી સગાઈના બંધનમાં બંધાઈ ગઈ છે. 6 ડિસેમ્બરે એકદમ ખાનગી સગાઈ સેરેમનીમાં કિંજલે અભિનેતા તેમજ સફળ બિઝનેસમેન ધ્રુવિન શાહ (DhruvinShah) સાથે સગાઈ કરી લીધી. આ સગાઈની ઓફિશિયલ જાહેરાત કિંજલે પોતે પોતાના સોશિયલ મીડિયા પેજ પર એક સુંદર વીડિયો શેર કરીને કરી છે જેના કેપ્શનમાં લખ્યું – “God’s Plan” જાણકારી મુજબ આ પહેલાં 5 ડિસેમ્બરે બંને પરિવારો વચ્ચે ગોળ-ધાણાની રસમ પણ ધામધૂમથી ઉજવાઈ હતી.

કોણ છે કિંજલના નવા જીવનસાથી ધ્રુવિન શાહ?

ધ્રુવિન શાહ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે અને સાથે સાથે એક સફળ ઉદ્યોગપતિ પણ છે.તેઓ ગુજરાતી કન્ટેન્ટ માટેની પોપ્યુલર એપ્લિકેશન JoJo App ના ફાઉન્ડર છે.પ્રતિષ્ઠિત બિઝનેસ ફેમિલીમાંથી આવતા ધ્રુવિન મલ્ટી-ટેલેન્ટેડ વ્યક્તિ છે અને ફિલ્મો ઉપરાંત બિઝનેસમાં પણ સારું નામ કમાયું છે.

કિંજલ અને ધ્રુવિન ઘણા સમયથી એકબીજાને કરી રહ્યા હતા ડેટ

જાણકારી મુજબ કિંજલ અને ધ્રુવિન ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. બંનેનો સંબંધ ધીમે ધીમે એટલો મજબૂત બન્યો કે હવે તેઓ જીવનભરના સાથી બનવા તૈયાર છે. બે વર્ષ પહેલાં તૂટી ગયેલી સગાઈયાદ કરીએ તો એપ્રિલ 2018 માં કિંજલ દવેએ પવન જોષી સાથે સગાઈ કરી હતી, પરંતુ2023 માં બંનેની સગાઈ તૂટી ગઈ હતી. ત્યારબાદ લગભગ બે વર્ષના ગાળા પછી કિંજલે ફરીથી પોતાના જીવનમાં પ્રેમ અને વિશ્વાસનો નવો કિરણ શોધી લીધો છે.

ફેન્સે આપ્યા અભિનંદન

સગાઈના વીડિયો અને ફોટા સામે આવતાં જ સોશિયલ મીડિયા પર ફેન્સ તેમને અભિનંદન પાઠવી રહ્યા છે. ફેન્સ એકબાજુ આશ્ચર્ય પામ્યા છે કે આટલી મોટી ખુશખબર અચાનક આવી, તો બીજી તરફ બધા ખૂબ ખુશ પણ છે.

આ પણ વાંચો: Amit Shah Gujarat Visit: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ, જાણો આજનો સમગ્ર કાર્યક્રમ

Tags :
DhruvinShahEngagementGujaratFirstGujaratiSinger GujaratKinjalDave
Next Article