ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Kutch : ભચાઉ તાલુકામાં કેનાલમાં નહાવા પડેલા 5 માસૂમ ડૂબ્યા, 4 બાળકોનાં મૃતદેહ મળ્યા

એક સાથે પાંચ બાળક કેનાલમાં ડૂબી જતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે.
09:15 PM Mar 15, 2025 IST | Vipul Sen
એક સાથે પાંચ બાળક કેનાલમાં ડૂબી જતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે.
  1. ભચાઉનાં ધમકડા ગામે પાંચ માસૂમ તળાવમાં ડૂબ્યા (Kutch)
  2. 4 બાળકોનાં મૃતદેહ મળ્યાં, 1 ની શોધખોળ ચાલુ
  3. એકસાથે પાંચ બાળકોનાં ડૂબવાથી પંથકમાં અરેરાટી
  4. સ્થાનિક પોલીસે મૃતદેહોને પીએમ અર્થે મોકલ્યા

કચ્છનાં (Kutch) ભચાઉ તાલુકામાં ગોઝારી દુર્ઘટના બની છે. કેનાલમાં નહાવા પડેલા 5 માસૂમ બાળકો ડૂબ્યા છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન 4 બાળકોનાં મૃતદેહ મળી આવ્યાં છે જ્યારે, અન્ય એક બાળકોની હાલ પણ શોધખોળ ચાલી રહી છે. એક સાથે પાંચ બાળક કેનાલમાં ડૂબી જતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે.

આ પણ વાંચો - RTE હેઠળ બાળકનાં શાળા પ્રવેશ માટે પરિવારની આવક મર્યાદામાં કરાયો વધારો! વાંચો વિગત

કેનાલમાં નહાવા પડેલા 5 બાળકો એક સાથે ડૂબ્યાં

પ્રાથમિક માહિતી અનુસાર, કચ્છનાં (Kutch) ભચાઉ તાલુકાનાં ધમકડા ગામ નજીક અને હિંગોરજા વાંઢ પાસે આવેલી કેનાલમાં 5 બાળકો નહાવા પડ્યા હતા. દરમિયાન, પાંચેય બાળકો એક સાથે ડૂબ્યાં હતાં. બાળકોની બૂમો સાંભળીને સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ડૂબતા બાળકોને બચાવની કામગીરી હાથ ધરી હતી. સાથે જ સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી, જેથી ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી.

આ પણ વાંચો - Ahmedabad : વસ્ત્રાલને માથે લેનારા લુખ્ખાઓની જાહેરમાં સરભરા, ઉઠક-બેઠક, હવે 'ડિમોલિશન'!

4 માસૂમોનાં મૃતદેહ મળ્યા, 1 ની શોધખોળ યથાવત

માહિતી અનુસાર, રેસ્ક્યૂ ઓપેરેશન (Rescue Operation) દરમિયાન 4 માસૂમોનાં મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે, હાલ પણ એક બાળકોની ભાળ મળી નથી. રેસ્ક્યૂ ઓપરેશન હાલ પણ ચાલું છે. એક સાથે પાંચ બાળકો કેનાલમાં ડૂબી જતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. માસૂમોને ગુમાવતા પરિવારમાં ભારે ગમગીની છવાઈ છે.

આ પણ વાંચો - Rajkot : તળાવમાં નહાવા પડેલા 3 યુવક ડૂબ્યા, જીવ જોખમમાં મૂકી સ્થાનિકોએ બેને બચાવ્યા!

Tags :
bhachauBhachau PoliceChildren drowned in CanalDhamkada VillageGUJARAT FIRST NEWSKutchrescue-operationTop Gujarati News
Next Article