Kutch : ભુજનું સ્મૃતિવન મ્યૂઝિયમ માત્ર ભારત જ નહીં પણ દુનિયાનું ગૌરવ : સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ
- રક્ષામંત્રી રાજનાથસિંહ ભુજનાં સ્મૃતિવનની મુલાકાતે (Kutch)
- રાજનાથસિંહે સ્મૃતિવન અર્થક્વેક મ્યુઝિયમની મુલાકાત લીધી
- ભૂકંપમાં દિવંગત પામેલા લોકોની યાદમાં બનાવાયું છે સ્મૃતિવન
- રાજનાથસિંહે અલગ-અલગ ગેલેરીઓની પણ મુલાકાત લીધી
- સ્મૃતિવન મ્યૂઝિયમની મુલાકાત જરૂર લેવા રક્ષામંત્રીએ લોકોને કરી અપીલ
કચ્છની (Kutch) મુલાકાતે આવેલા દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ભુજનાં (Bhuj) સ્મૃતિવન મ્યૂઝિયમ એન્ડ મેમોરિયલની મુલાકાત લીધી હતી અને ભૂકંપનાં દિવંતગોને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) પ્રેરણાથી અને ભૂકંપનાં દિવંગતોની યાદમાં નિર્મિત સ્મૃતિવન મેમોરિયલની મુલાકાત દરમિયાન ભારતનાં સંરક્ષણ મંત્રીએ (Rajnath Singh) જીવસૃષ્ટિની ઉત્પતિ, માનવજીવનો ક્રમિક વિકાસ, દુનિયાની ઉત્પત્તિથી માંડીને કુદરતી આપદાઓ, આફતો સામેની ભવિષ્યની તૈયારીઓ વિશેની વિગતો મેળવી હતી. ઉપરાંત ઐતિહાસિક હડપ્પન વસાહતો, ભૂકંપને (Earthquake) લગતી વૈજ્ઞાનિક માહિતીનાં વિવિધ ચાર્ટ, મોડેલ નિહાળીને સંરક્ષણ મંત્રી પ્રભાવિત થયા હતા.
આ પણ વાંચો - Rajkot : હીરાસર એરપોર્ટમાં ખાનગી કંપની અને ટેક્સી એસો. વચ્ચે બબાલ, ટેક્સી એસો.-નાણા આપવાનું બંધ કરતા હેરાનગતિ
'વડાપ્રધાનની દીર્ઘદ્રષ્ટિથી નિર્માણ પામેલા સ્મૃતિવન મ્યૂઝિયમની મુલાકાત જરૂર લેવી'
સ્મૃતિવનની મુલાકાત બાદ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh) જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આકાર પામેલું સ્મૃતિવન મ્યૂઝિયમ ભૂકંપનાં દિવંગતોને આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યું છે. સ્મૃતિવન મ્યૂઝિયમ આજે માત્ર દેશ જ નહીં પણ દુનિયા માટે ગૌરવ બન્યું છે. વડાપ્રધાનની દીર્ઘદ્રષ્ટિથી નિર્માણ પામેલા સ્મૃતિવન મ્યૂઝિયમની મુલાકાત જરૂરથી લેવા દરેક દેશવાસીઓને આગ્રહ કરતાં સંરક્ષણ મંત્રીએ ઉમેર્યું હતું કે, કચ્છ અને ગુજરાતનાં લોકોની પ્રબળ ઈચ્છાશક્તિનાં દર્શન સ્મૃતિવન મ્યૂઝિયમનાં માધ્યમથી થાય છે. સંરક્ષણ મંત્રીએ દેશનાં તમામ નાગરિકોને ગૌરવ સમાન સ્મૃતિવન મ્યૂઝિયમની (Smritivan Earthquake Museum) મુલાકાત લેવા જાહેર અપીલ કરી હતી.
આ પણ વાંચો - Sabardairy : સાબરદાણ ફેકટરીમાં 'રાજ' કોનું ? ડિરેક્ટર, પદાધિકારીઓની મિલીભગતથી એક પરિવારે પ્રભુત્વ જમાવ્યાનો આરોપ
કચ્છીજનોનાં ધૈર્ય અને હિંમતની સંરક્ષણ મંત્રીએ પ્રસંશા કરી
સ્મૃતિવન મ્યૂઝિયમમાં વિશેષ સિમ્યુલેટરની મદદથી ભૂકંપ આવે ત્યારે નિર્માણ થતી પરિસ્થિતિનો વાસ્તવિક ખ્યાલ સંરક્ષણમંત્રીએ મેળવ્યો હતો. કચ્છનાં લોકોની ખુમારી અને ભૂકંપ બાદ વડાપ્રધાનના વિઝનથી કચ્છનાં સર્વાંગી વિકાસને સંરક્ષણ મંત્રીએ બિરદાવ્યો હતો. ધીરજ, અવિરત હિંમતની માનવકથાઓ તેમ જ ભૂકંપની આપદામાં બચી ગયેલા લોકોનાં સંસ્મરણોની ગાથાઓ વિશે જાણીને કચ્છીજનોનાં (Kutch) ધૈર્ય અને હિંમતની સંરક્ષણ મંત્રીએ પ્રસંશા કરી હતી.
આ મહાનુભાવો પણ રહ્યા હાજર
આ મુલાકાત દરમિયાન ભારતની વાયુસેનાનાં એર ચીફ માર્શલ અમરપ્રિત સિંહ (Amarpreet Singh), સંરક્ષણ મંત્રીનાં અંગત સચિવ અમિત કિશોરે, કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા (Vinodbhai Chavda), ધારાસભ્ય કેશુભાઈ પટેલ, ત્રિકમભાઈ છાંગા, માલતીબેન મહેશ્વરી, અનિરુદ્ધભાઈ દવે, પ્રદ્યુમ્નસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, અગ્રણી દેવજીભાઈ વરચંદ, કચ્છ કલેક્ટર આનંદ પટેલ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, ભુજ પ્રાંત અધિકારી અનિલ જાદવ, ભુજ ગ્રામ્ય મામલતદાર એ.એન.શર્મા, ભુજ શહેર મામલતદાર ડી.કે.રાજપાલ, સ્મૃતિવન મ્યૂઝિયમના ડીરેક્ટર મનોજ પાંડે સહિત જિલ્લા વહીવટીતંત્ર, સંરક્ષણ દળની વિવિધ પાંખોનાં ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
અહેવાલ : કૌશિક છાંયા, કચ્છ
આ પણ વાંચો -Ahmedabad : દાણીલીમડામાં ફેક્ટરીનાં ટેન્કમાં એક યુવક પડતા તેને બચાવવા પડેલ બે યુવકો સહિત ત્રણના મોત