ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Kutch: એક બે નહીં પરંતુ 14 બોગસ લાયસન્સ ઈસ્યું કર્યા, મુખ્ય સુત્રધારને SOGએ દબોચ્યો

Kutch: 14 ટ્રકોના ડ્રાઇવરોને બોગસ હેવી લાયસન્સ ઇસ્યુ કરનારા તાપી જિલ્લાના સોનગઢના મુખ્ય સુત્રધારને એસઓજીએ ઝડપી પાડ્યો હતો
09:32 AM Mar 01, 2025 IST | VIMAL PRAJAPATI
Kutch: 14 ટ્રકોના ડ્રાઇવરોને બોગસ હેવી લાયસન્સ ઇસ્યુ કરનારા તાપી જિલ્લાના સોનગઢના મુખ્ય સુત્રધારને એસઓજીએ ઝડપી પાડ્યો હતો
Kutch
  1. તાપી જિલ્લાના મુખ્ય સુત્રધારને SOGએ દબોચ્યો
  2. જીતેન્દ્ર ચૌધરી ટ્રક ડ્રાઈવરના બોગસ લાયસન્સ બનાવતો
  3. પોલીસે કોર્ટમાં રજૂ કરતા 3 દિવસના રિમાન્ડ મંજૂર

Kutch: અબડાસા તાલુકાના વાયોર ખાતેની અલ્ટ્રાટેક કંપનીમાં ચાલતી 14 ટ્રકોના ડ્રાઇવરોને બોગસ હેવી લાયસન્સ ઇસ્યુ કરનારા તાપી જિલ્લાના સોનગઢના મુખ્ય સુત્રધારને એસઓજીએ ઝડપી પાડ્યો હતો. આરોપીએ અન્ય કેટલા લોકોને લાયસન્સ ઇસ્યુ કર્યા છે. તે સહિતની વિગતો માટે દસ દિવસના રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કરીને ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

ભુજ આરટીઓ કચેરીના બોગસ લાયસન્સનો પર્દાફાશ થયો

પ્રાપ્ત વિગતો મુજબ બુધવારે એસઓજીની ટીમને બાતમી મળી હતી કે, અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીમાં અમુક ટ્રક ચાલકો પાસે શંકાસ્પદ ડ્રાઇવીંગ લાયસન્સ છે. નામ જોગ વિગતો મુળતાં એસઓજીની ટીમે અબડાસાના વાગોઠ ચેકપોસ્ટ પર ડ્રાઇવરોને બોલાવીને તપાસ કરતાં ભુજ આરટીઓ કચેરીના બોગસ લાયસન્સનો પર્દાફાશ થયો હતો. પોલીસે 14 બોગસ લાયસન્સ ધારકોની પુછપરછ કરતાં તેઓ ભુજ આરટીઓ ક્યારે ગયા નથી અને ડ્રાઇવ સ્ટેટ કે આરટીઓની કોઇ માન્ય પરિક્ષા આપી ન હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો: Panchmahal: ગોધરા નજીક એસટી બસ અને ડમ્પર વચ્ચે સર્જાયો અકસ્માત, 18 લોકો ઘાયલ

આરોપી જીતેન્દ્ર દત્તાત્રેય ચૌધરીની ધરપકડ કરવામાં આવી

આ લાયસન્સો પીન્ટુભાઇ નામના વ્યક્તિ પાસેથી વાગોઠ ગામના ફરદીન અલીમામદ સુમરા અને ઈરફાન હારૂન કેર, વલસરા ગામના જુમા હારૂન મિંયાજી અને ઇસ્માઈલ ઇબ્રાહિમ દરાડ, મોકરશીવાંઢના સલીમખાન મોકરશી અને વાડાપધ્ધરના વચેટીયાઓ મારફતે બનાવ્યા હોવાનું અને ગુગલ પેથી પીન્ટુભાઇને પેથી અને વચેટીયાઓના મારફતે રૂપિયા ચુકવીને બનાવ્યા હોવાનું પોલીસ સમક્ષ કબુલ્યું હતું. એસઓજીએ વાયોર પોલીસ મથકે પીન્ટુભાઇ નામના વ્યક્તિના ફોન નંબર અને તપાસમાં નીકળે તે સહિતનાઓ સામે ફરિયાદ નોંધીને આરોપી જીતેન્દ્ર દત્તાત્રેય ચૌધરી ઉર્ફે પીન્ટુ નામના મુખ્ય સૂત્રધારને ઝડપી પાડીને આગળની તપાસ માટે કોર્ટમાં દસ દિવસના રિમાન્ડની માંગ સાથે રજુ કરીને ત્રણ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Amreli LCB : કાયદો ભૂલીને મહિલા-યુવતીઓની રાતે ધરપકડ કરવાનો પોલીસને પરવાનો અપાયો ?

અન્ય કેટલા બોગસ લાયસન્સ બનાવ્યા તેની તપાસ કરાશે

બોગસ લાયસન્સ ઇસ્યુ કરવાના કેસમાં તાપીના સોનગઢથી પકડાયેલા જીતેન્દ્ર દત્તાત્રે ચૌધરી ઉર્ફે પીન્ટુ નામના મુખ્ય સુત્રધારે અન્ય કેટલા લોકોને બોગસ લાયસન્સ ઇસ્યુ કર્યા છે.તેમજ અન્ય કોઇ ગુનાઓને અંજામ આપ્યો છે. કેમ તે જાણવા પોલીસ વધુ તપાસ માટે આરોપીને સુરત લઇ જવાની તજવીજ હાથ ધરી છે. અત્યારે આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Abdasabogus heavy license issued to truck driverGujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsJitendra ChaudharyKutchLatest Gujarati NewsSOG Action
Next Article