Kutch: બુટલેગરોનો આતંક, દારૂની બાતમી આપનાર યુવકની કરી હત્યા
કચ્છના દૂધઈ વિસ્તારમાં બનેલી એક ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. પોલીસને દારૂની બાતમી આપનારા એક યુવકનું બુટલેગરોએ અપહરણ કરી તેને રાજસ્થાન લઈ જઈને જીવલેણ માર મારી હત્યા કરી નાખી છે. કુખ્યાત પુના ભરવાડ સહિત 6 આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધાયો છે.
Advertisement
Kutch Bootlegger Murder: કચ્છ (Kutch) જિલ્લામાં દારૂના કાળા કારોબારને લઈને એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. દારૂની બાતમી આપનારા એક યુવકને બુટલેગરોએ અપહરણ કરીને રાજસ્થાન લઈ જઈને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.

