Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kutch: બાલાજીના નમકીનમાં ગ્રાહકને થયો કડવો અનુભવ, વેફર્સના પેકેટમાં નીકળી ગરોળી

Kutch: મુન્દ્રા તાલુકાના ધ્રબ ગામે રહેતા લિયાકતભાઈ તુર્કને બાલાજી વેફર્સના પેકેટમાં કડવો અનુભવ થયો, રિંગ મસાલાના પેકેટમાંથી નીકળી ગરોળી...
kutch  બાલાજીના નમકીનમાં ગ્રાહકને થયો કડવો અનુભવ  વેફર્સના પેકેટમાં નીકળી ગરોળી
Advertisement
  1. કચ્છમાં ધ્રબ ગામે બાલાજી વેફર્સના પેકેટમાં નીકળી ગરોળી
  2. લિયાકત તુર્કે ખરીદેલા પોપ રિંગ મસાલાના પેકેટમાં નીકળી ગરોળી
  3. નમકીન પેકેટમાં ગરોળી નીકળતા પરિવાર રોષે ભરાયો

Kutch: ગુજરાતમાં અનેક એવા બનાવો બન્યાં છે, જેમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવ્યાં હોય! ફરી એકવાર આવો જ એક બનાવ સામે આવ્યો છે. બાલાજીના નમકીનના વેફર્સના પેકેટમાંથી ગરોળી નીકળી હોવાનું સામે આવ્યું છે. આવી મોટી મોટી કંપનીઓ ક્યાં સુધી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી રહેશે? લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થયા હોવાના બનાવો છાસવારે સામે આવતા રહે છે. કચ્છમાં પણ બાલાજીના વેફર્સના પેકેટમાં ગરોળી નીકળતા લોકોએ આ કંપની પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે.

Advertisement

આ પણ વાંચો: Rajkot: સમૂહ લગ્નના આયોજકનું ભાજપ કનેક્શન સામે આવ્યું!જાણો શું છે હકીકત

Advertisement

લિયાકત તુર્કે ખરીદેલા પોપ રિંગ મસાલાના પેકેટમાં નીકળી ગરોળી

વિગતે વાત કરવામાં આવે તો, કચ્છના મુન્દ્રા તાલુકાના ધ્રબ ગામે રહેતા લિયાકતભાઈ તુર્કને બાલાજી વેફર્સના પેકેટમાં કડવો અનુભવ થયો છે. લિયાકત તુર્કે ખરીદેલા પોપ રિંગ મસાલાના પેકેટમાં ગરોળી નીકળી હોવાનું સામે આવ્યું છે. નમકીન પેકેટમાં ગરોળી નીકળતા પરિવાર રોષે ભરાયો છે અને આ કંપની સામે પગલા લેવા માટે માંગણી પણ કરવામાં આવ્યો છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી કંપની સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Bharuch: હેલિકોપ્ટરમાં જાન કાઢવા સામે આદિવાસી સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનારા વ્યક્તિની ધરપકડ

નમકીન પેકેટમાં ગરોળી નીકળતા પરિવાર રોષે ભરાયો

નોંધનીય છે કે, અત્યારે આવી ઘટનાઓને લઈને આરોગ્ય વિભાગની કામગીરી પર પણ સવાલ થઈ રહ્યા છે. છાસવારે આવા બનાવો સામે આવતા રહે છે, મોટી કંપનીઓને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવતા રહે છે. જેને લઈને વારંવાર ફરિયાદો પણ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા અત્યારે આવી કંપનીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે ઇચ્છનીય છે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×