Kutch : શું ખરેખર... BJP એ મતદારોને ખરીદવા રૂપિયા વહેંચ્યા ? કોંગ્રેસનાં ગંભીર આરોપ
- સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર (Kutch)
- મતદારોને ખરીદવા રૂપિયા વહેંચાયાનો કોંગ્રેસનો BJP પર આરોપ
- કચ્છના રાપરમાં ભાજપે રૂપિયા વહેંચ્યાનો કોંગ્રેસનો આક્ષેપ
- કચ્છમાં રાપર નપાની ચૂંટણીને લઈ પોલીસની ફૂટ માર્ચ
કચ્છમાં (Kutch) સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે. કોંગ્રેસ (Congress) દ્વારા ભાજપ પર ગંભીર આરોપ કરાયા છે. કચ્છનાં રાપરમાં (Rapar) ભાજપે મતદારોને ખરીદવા માટે રૂપિયા વહેંચ્યાનો આરોપ કોંગ્રેસે કર્યો છે. સોશિયલ મીડિયા પર વાઇરલ વીડિયોનાં આધારે કોંગ્રેસે આ આરોપ લગાવ્યો છે. વીડિયોમાં કેટલાક લોકો ભાજપનો ખેસ પહેરીને લોકોને રૂપિયા આપતા નજરે પડે છે. આ મામલે કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ પણ કરી છે. બીજી તરફ રાપર નપાની ચૂંટણીને લઈ પોલીસે ફૂટ માર્ચ યોજી હતી.
આ પણ વાંચો - Gujarat Politics : ફૈઝલ પટેલના કોંગ્રેસ છોડવાનાં નિર્ણય બાદ BJP- Congress નાં વાર-પલટવાર!
રાપરમાં ભાજપે રૂપિયા વહેંચ્યાનો કોંગ્રેસે લાગ્યો આરોપ
કચ્છમાં (Kutch) સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને (Sthanik Swaraj Election) માહોલ બરોબરનો જામ્યો છે. દરમિયાન, કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયા પર વાઇરલ એક વીડિયોનાં આધારે ભાજપ (BJP) પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. આ વાઇરલ વીડિયોમાં કેટલાક લોકો ભાજપનો ખેસ પહેલીને લોકોને રૂપિયા વહેંચતા હોય તેમ નજરે પડી રહ્યા છે. કોંગ્રેસે આ વીડિયોનાં આધારે મતદારોને ખરીદવા ભાજપ દ્વારા રૂપિયા વહેંચાયાનો આરોપ કરાયો છે. વાઇરલ વીડિયો વોર્ડ નં. 1 ના નવાપરા વિસ્તારનો હોવાનાં દાવા કરાઈ રહ્યા છે. આ મામલે તપાસ થાય તે માટે કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ પણ કરી છે. સાથે જ કોંગ્રેસે ચૂંટણી પંચની કામગીરી સામે પણ સવાલ ઊઠાવ્યા છે. જો કે, વીડિયોમાંનો કાર્યકર પોતાનો ન હોવાનું ભાજપે જણાવ્યું છે.
આ પણ વાંચો - Rajkot : ધોરાજીમાં BJP એ 3 કાર્યકર્તાઓને સસ્પેન્ડ કર્યા, જેતપુરમાં જયેશ રાદડિયા ગેમ ચેન્જર બન્યા!
કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સજ્જ
બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને (Sthanik Swaraj Election) લઈ કચ્છનાં રાપરમાં પોલીસે ફૂટ માર્ચ યોજી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ (Kutch Police) સજ્જ છે. સાથે જ સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ તકેદારીનાં પગલાં પણ પોલીસ દ્વારા લેવાઈ રહ્યા છે. લોકોને નિર્ભય પણે મતદાન કરવા પૂર્વ કચ્છ પોલીસ વડાએ અપીલ કરી છે.
આ પણ વાંચો - Surat : હેલ્મેટનાં કાયદા અંગે BJP નેતા ધીરુ ગજેરાએ CM ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી કરી આ માગ