Kutch Drug Bust: ભીમાસર પાસેથી મેફેડ્રોન સાથે બે ઝડપાયા, 'નો ડ્રગ્સ ઈન કચ્છ' અભિયાનને સફળતા
કચ્છ પોલીસનું 'નો ડ્રગ્સ ઈન કચ્છ' અભિયાન રંગ લાવી રહ્યું છે. તાજેતરમાં ભીમાસર નજીકથી પોલીસે કીડિયાનગરથી આવતી એક કારને અટકાવીને તેમાંથી મેફેડ્રોન ડ્રગ્સનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. આ કેસમાં બે ઈસમોની ધરપકડ થઈ છે, જ્યારે એક શખ્સ ફરાર છે.
Advertisement
Kutch Drug Bust: કચ્છમાં ડ્રગ્સના દૂષણને રોકવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા 'નો ડ્રગ્સ ઈન કચ્છ' (No Drugs in Kutch) કેમ્પેઈનને મોટી સફળતા મળી છે. આડેસર પોલીસને મળેલી બાતમીના આધારે ભીમાસર ખાતે કરવામાં આવેલી તપાસમાં મેફેડ્રોન (Mephedrone/MD Drug) ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

