Kutch : લખપત ગુરૂદ્વારામાં DyCM હર્ષભાઈ સંઘવીએ શીશ નમાવ્યું, શીખ સમાજે ઉમળકાભેર સ્વાગત કર્યું
- નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી Kutch પ્રવાસે
- લખપત ગુરૂદ્વારામાં હર્ષભાઈ સંઘવીએ ટેકાવ્યું માથું
- શીખ સમાજે ઉમળકાભેર હર્ષભાઈ સંઘવીનું કર્યું સ્વાગત
- ગુરૂદ્વારામાં હર્ષભાઈ સંઘવીએ કર્યું વૃક્ષારોપણ
Kutch : રાજ્યનાં યુવા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (DyCM Harshbhai Sanghvi) આજે કચ્છની મુલાકાતે છે. દરમિયાન તેઓ લખપત ગુરૂદ્વારા (Lakhpat Gurudwara) પહોંચ્યા હતા, જ્યાં શીખ સમાજ દ્વારા તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ગુરૂદ્વારામાં શીશ નમાવી ગુરુ નાનક દેવજીનાં આશીર્વાદ લીધા હતા. દરમિયાન, તેમની સાથે સાંસદ વિનોદભાઈ ચાવડા, MLA પ્રદ્યુમનસિંહ જાડેજા સહિત સ્થાનિક અધિકારીઓ, અગ્રણીઓ હાજર રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે, લખપત ગુરૂદ્વારા પ્રેરણારૂપ છે.
આ પણ વાંચો - Gujarat Weather: કમોસમી વરસાદ અને ઠંડી મામલે અંબાલાલ પટેલે કરી આગાહી
Kutch નાં લખપત ગુરૂદ્વારામાં હર્ષભાઈ સંઘવીએ શીશ નમાવ્યું
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આજે તેમની કચ્છની મુલાકાત (Harshbhai Sanghvi in Kutch) દરમિયાન લખપત ગુરૂદ્વારા પહોંચ્યા હતા, જ્યાં શીખ સમાજે તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. ગુરૂદ્વારામાં શીશ નમાવી નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ નાનક દેવજીનાં આશીર્વાદ લીધા હતા. ગુરૂદ્વારામાં (Lakhpat Gurudwara) હર્ષભાઈ સંઘવીએ વૃક્ષારોપણ પણ કર્યું હતું. તેમની સાથે સાંસદ વિનોદભાઈ ચાવડા (Vinodbhai Chavda), અબડાસા MLA પ્રદ્યુમનસિંહ જાડેજા (Pradyumansinh Jadeja), મહામંત્રી ધવલ આચાર્ય, સહિત સ્થાનિક અધિકારીઓ, અગ્રણીઓ હાજર રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે, લખપત ગુરૂદ્વારા પ્રેરણારૂપ છે. આ સાથે હર્ષભાઈ સંઘવીએ ગુરુનાનક જયંતીની શુભેચ્છા પણ પાઠવી હતી.
આ પણ વાંચો - ગુજરાતના ખેડૂતોના અવાજને મજબૂત કરશે કોંગ્રેસની 'ખેડૂત આક્રોશ યાત્રા' : સોમનાથથી શરૂ, 900 કિમીનું પ્રવાસ
ગામનાં સરપંચ, વડીલો, યુવાનો સાથે સંવાદ કર્યો
નોંધનીય છે કે, રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની (Harshbhai Sanghvi) આગેવાની હેઠળ 30 સિનિયર IPS અધિકારીની ટીમ આજે કચ્છ જિલ્લામાં ભારત-પાકિસ્તાન સરહદ પરના અલગ-અલગ ગામડાઓની મુલાકાત માટે પહોંચી છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સીમાવર્તી વિસ્તારોની સર્વગ્રાહી સમીક્ષા, સામાજિક-આર્થિક સ્થિતિ તેમ જ ગ્રામજનોની રહેણીકરણીથી અવગત માટેનો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ગ્રામજનો સાથે સીધો સંવાદ પણ કર્યો હતો. નાયબ મુખ્યમંત્રીએ ગામનાં સરપંચ, વડીલો, યુવાનો સાથે સંવાદ કરીને ગામની સુખ-સુવિધાઓ તેમ જ સામાજિક-આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ મેળવ્યો હતો.
આ પણ વાંચો - Border villages of Kutch : સરહદી ગામ પુનરાજપરનો ભવ્ય ઈતિહાસ