Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Kutch: રાપર અને બાલાસર સરહદી વિસ્તારમાં તંત્રનો સપાટો, સરકારી જમીન પરથી ગેરકાયદે દબાણો દૂર

કચ્છના સરહદી અને સંવેદનશીલ રાપર તાલુકામાં પૂર્વ કચ્છ પોલીસ અને મહેસૂલી તંત્ર દ્વારા એકાએક એક એવું મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, જેની કોઈને કલ્પના પણ નહોતી. દેશની સુરક્ષાને આડકતરી રીતે અસર કરી શકે તેવા અનેક સ્થળો પર તંત્રએ ચુસ્ત બંદોબસ્ત સાથે કાર્યવાહી કરીને હજારો ચોરસ મીટર જમીન ખાલી કરાવી છે
kutch  રાપર અને બાલાસર સરહદી વિસ્તારમાં તંત્રનો સપાટો  સરકારી જમીન પરથી ગેરકાયદે દબાણો દૂર
Advertisement

Kutch Encroachment Removal Operation: સરહદી જિલ્લા કચ્છમાં સરકારી જમીનો પચાવી પાડનારા તત્વો સામે પૂર્વ કચ્છ પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક સાથે લાલ આંખ કરવામાં આવી છે. રાપર તાલુકાના ચિત્રોડ ગામ સહિત બાલાસર પોલીસ સ્ટેશન (Balasar Police Station) ના હદ વિસ્તારમાં સરહદી સુરક્ષાને જોખમરૂપ બની શકે તેવા અનેક ગેરકાયદેસર દબાણો સામે તંત્રએ જેસીબી અને બુલડોઝરની મદદથી મેગા ઓપરેશન (Demolition Drive) હાથ ધરીને લાખો રૂપિયાની સરકારી જમીન ખુલ્લી કરાવી છે. પૂર્વ કચ્છ એસ.પી. સાગર બાગમાર (Sagar Bagmar IPS), નાયબ પોલીસ અધિક્ષક સાગર સાબડા અને રાપર મામલતદાર એચ.બી. વાઘેલાના સીધા માર્ગદર્શન હેઠળ આ આખી કાર્યવાહી પાર પાડવામાં આવી હતી.

Tags :
Advertisement

.

×