ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Kutch : હિન્દુ-મુસ્લિમ એક છે, ભારતમાં એકતામાં અનેકતા છે : હાજી જુમાભાઈ રાયમાં

દરમિયાન, તેમણે હિંદુનો 'હ' અને મુસ્લિમનો 'મ' એટલે 'હમ' ની પરિભાષા સમજાવી કોમી એકતાની વાત કરી હતી.
11:14 PM Mar 04, 2025 IST | Vipul Sen
દરમિયાન, તેમણે હિંદુનો 'હ' અને મુસ્લિમનો 'મ' એટલે 'હમ' ની પરિભાષા સમજાવી કોમી એકતાની વાત કરી હતી.
Haji Jumabhai Rayma_Gujarat_first
  1. હાજી જુમાભાઈ રાયમાંની ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત (Kutch)
  2. કોમી એકતાની મિશાલ છે હાજી જુમાભાઈ રાયમાં
  3. તેમણે કહ્યું- "હિન્દૂનો 'હ' અને મુસ્લીમનો 'મ' એટલે "હમ"
  4. હિન્દુ સંસ્કૃતિએ ભાઈચારો અને બલિદાનની સંસ્કૃતિ છે : હાજી જુમાભાઈ રાયમાં

કચ્છનાં (Kutch) રણ ડુંગર અને દરિયાઈ પ્રદેશ વચ્ચેથી કોમી એકતાની મિશાલ ફેલાવતા હાજી જુમાભાઈ રાયમાંએ (Haji Jumabhai Rayma) સભ્ય સમાજને સુંદર સંદેશ આપ્યો છે. રમઝાનનાં પવિત્ર માસ દરમિયાન હાજી જુમાભાઈ રાયમાંએ ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) સાથે ખાસ વાતચીત કરી હતી. દરમિયાન, તેમણે હિંદુનો 'હ' અને મુસ્લિમનો 'મ' એટલે 'હમ' ની પરિભાષા સમજાવી કોમી એકતાની વાત કરી હતી.

આ પણ વાંચો - Surat : જ્ઞાનપ્રકાશ સ્વામી ગુમ થયા! મીડિયા સામે સાધકો હાથમાં હથોડી લઈ પહોંચ્યા

હાજી જુમાભાઈ રાયમાંની ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત

રમઝાનનાં (Ramadan 2025) પવિત્ર માસ દરમિયાન કોમી એકતાનાં મિશાલ ગણાતા એવા હાજી જુમાભાઈ રાયમાંએ કચ્છમાં ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી હતી. દરમિયાન, તેમણે સભ્ય સમાજને સુંદર મેસેજ આપતા કહ્યું હતું કે, "હિન્દૂનો 'હ' અને મુસ્લીમનો 'મ' થી "હમ" બને છે. હિન્દુ-મુસ્લિમ એક છે, ભારતમાં એકતામાં અનેકતા છે. તેમણે કહ્યું કે, ભારતની સંસ્કૃતિ અજોડ છે. હિન્દુ (Hindu) જેવી સંસ્કૃતિ ક્યાંય જોવા ન મળે પણ, રાજકારણનાં રંગ મળે ત્યારે સંસ્કૃતિ પર તે રંગનાં છાટા પડે છે. જણાવી દઈએ કે તેઓ પ્રભુ રામને વંદનીય દેવ માને છે. રામનવમીની શોભાયાત્રા હોય ત્યારે હાજી જુમાભાઈ રાયમાં અચૂક હાજરી આપે છે.

આ પણ વાંચો - PM નરેન્દ્ર મોદીએ 'વન્યજીવન સંરક્ષણ, બચાવ અને પુનર્વસન પહેલ, વનતારા' નું ઉદ્ઘાટન કર્યું

શોભાયાત્રા, કથા, ગુરૂદ્વારામાં પણ હાજરી આપી છે હાજી જુમાભાઈ રાયમાં

ઉપરાંત, હાજી જુમાભાઈ રાયમાં વિવિધ શોભાયાત્રા, કથા, ગુરૂદ્વારામાં પણ હાજરી આપીને કોમી એકતાની સુવાસ લોકો વચ્ચે ફેલાવે છે. તેમણે કહ્યું કે, મારાં જીવનમાં તમામ સંતો વંદનીય છે, જેમાં પૂજ્ય મોરારીબાપુ (Morari Bapu) સન્માનીય છે. દેશમાં આતંક ફેલાવનાર મુસ્લિમ (Muslim) ન હોઈ શકે. આતંકવાદીઓનો કોઈ ધર્મ હોતો નથી. નોંધનીય છે કે, હાજી જુમાભાઈ રાયમાં હિંદુઓનાં તમામ કાર્યક્રમોમાં આર્થિક રીતે પણ યોગદાન આપે છે.

આ પણ વાંચો - Rajkot : જલારામ બાપા અંગે ટિપ્પણી વિવાદ થાળે પડ્યો! દેવસ્વરૂપ સ્વામી-લોહાણા સમાજ વચ્ચે સમજૂતી

Tags :
Communal UnityGUJARAT FIRST NEWSHaji Jumabhai RaymaHindu-MuslimKutchLord RamMorari BapuRam NavamiRamadan 2025Top Gujarati News
Next Article